મિયામી હવાઈમથક પર વિમાનમાં લાગી આગ, ત્રણ દાઝી ગયા
મિયામી, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) અમેરિકાના મિયામી ઇન્ટરનેશનલ હવાઈમથક પર વિમાનના લેન્ડિંગ ગિયર ફાટવ
સગબોસગ


મિયામી, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) અમેરિકાના મિયામી ઇન્ટરનેશનલ હવાઈમથક પર વિમાનના લેન્ડિંગ ગિયર ફાટવાથી અને આગ લાગવાથી ત્રણ લોકો ઘાયલ થયા છે. આ વિમાનમાં 120 લોકો સવાર હતા.

મિયામી-ડેડ એવિએશન ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ગ્રેગ ચિનના જણાવ્યા અનુસાર,” વિમાન ડોમિનિકન રિપબ્લિકના સેન્ટો ડોમિંગોથી સાંજે, 5:30 વાગ્યે (સ્થાનિક સમયાનુસાર) લેન્ડ થતાં જ ગિયરમાં વિસ્ફોટ થયો અને આગ લાગી ગઈ હતી. જેમાં ત્રણ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”

તેમણે જણાવ્યું કે,”આ વિમાન રેડ એયર કંપનીનું છે. ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા બાદ, બાકીના મુસાફરોને સુરક્ષિત રીતે ટર્મિનલ પર ખસેડવામાં આવ્યા હતા.” અકસ્માતની વિગતો મિયામી-ડેડ ફાયર રેસ્ક્યુ દ્વારા ટ્વિટર પર જાહેર કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી


 rajesh pande