મુંબઈ ક્રિકેટ ટીમનો કેપ્ટન હોવાનો ગર્વ છે- પૃથ્વી શૉ
બેંગલુરુ,નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) મધ્યપ્રદેશ સામેની રણજી ટ્રોફી 2022 ની ફાઈનલ પહેલા, મુંબઈના કેપ્ટ
પૃથ્વી 


બેંગલુરુ,નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) મધ્યપ્રદેશ સામેની રણજી ટ્રોફી 2022 ની ફાઈનલ પહેલા, મુંબઈના કેપ્ટન પૃથ્વી શૉએ કહ્યું કે,” ટુર્નામેન્ટમાં તેની ટીમનું નેતૃત્વ કરવું, તે તેના માટે ગર્વની વાત છે અને તેમને ટ્રોફી ઘરે લાવવાની આશા છે.”

41 વખત ચેમ્પિયન બનેલી મુંબઈ, એકંદરે 47 મી વખત રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે. ઉત્તર પ્રદેશ સામેની તેમની સેમી ફાઈનલ મેચ, ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ત્યારબાદ મુંબઈ તેની પ્રથમ ઈનિંગની લીડના આધારે ફાઇનલમાં પહોંચી હતી.

શો એ,પ્રી-મેચ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ કે,” મુંબઈના ભૂતપૂર્વ મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત સામે રમવું, પડકારજનક હશે. જેમણે 1998-99 પછી કોચ તરીકે મધ્યપ્રદેશને તેમની પ્રથમ રણજી ફાઇનલમાં દોરી છે.”

ચંદુ સર એ પણ એમપી માટે, સારું પ્રદર્શન કર્યું છે, તેઓ ઘણા વર્ષો પછી ફાઇનલમાં પહોંચ્યા છે. તેમને અભિનંદન, તેમણે ઉમેર્યું.

કેપ્ટને કહ્યું કે,” ટીમમાં દરેક વ્યક્તિ સારા ફોર્મમાં છે, ખાસ કરીને બેટ્સમેન સરફરાઝ ખાન અને અરમાન જાફર, જેઓ એક સમયે તેના ક્લાસમેટ હતા.”

તેણે કહ્યું, આપણે રમતને કેવી રીતે જોઈએ છીએ તેના વિશે છે. ઘણા લોકો માટે તે એક અલગ પ્રકારનું દબાણ હશે. કારણ કે, અમારી પાસે એક યુવા ટીમ છે. તેમાંથી ઘણાએ આવી ફાઈનલ રમી નથી અને તે બિનઅનુભવી છે, તેણે કહ્યું.” લાગે છે કે, તેઓ તેના માટે તૈયાર છે. અમારી પાસે પ્રતિભાશાળી અને કાર્યક્ષમ ટીમ છે.

સુકાનીએ કહ્યું કે,” તે બે અડધી સદી ફટકારવા છતાં, તેની બેટિંગથી ખરેખર સંતુષ્ટ નથી પરંતુ એક કેપ્ટન તરીકે સારું લાગે છે કે તેની ટીમ સારું પ્રદર્શન કરી રહી છે.”

એક સુકાની તરીકે, મારે ટીમના તમામ 21 સભ્યોનો સામનો કરવો પડશે. તે ફક્ત મારા વિશે નથી. હું બોલને મધ્યમાં મૂકું અને કેટલાક મોટા રન બનાવું તે માત્ર સમયની વાત છે, એમ તેણે ઉમેર્યું.

કેપ્ટને ખુલાસો કર્યો કે,” તેણે યુવાનોને ફાઈનલ દરમિયાન, મેદાન પર જવા અને તેમની રમતનો આનંદ માણવા કહ્યું છે.”

શૉએ કહ્યું કે,” મુંબઈના ભૂતપૂર્વ દિગ્ગજ અમોલ મજુમદારને, મુખ્ય કોચ તરીકે રાખવો એ એક, મહાન સૌભાગ્યની વાત છે અને આ તેમના અસાધારણ બેટિંગ પ્રદર્શનમાં પ્રતિબિંબિત થાય છે.”

તે શાંત છે, અમે તેની કંપનીનો આનંદ માણીએ છીએ. મને તેની પાસેથી વાતો સાંભળવાનો મોકો મળ્યો તે મારે માટે સૌભાગ્યની બાત છે. એમ તેણે કહ્યું.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande