રક્ષાબંધનનુ ટ્રેલર રિલીઝ, ભાઈ અક્ષય કુમારનો બહેનો માટેનો પ્રેમ અને બલિદાન જોઈને ચાહકો થઈ ગયા ભાવુક
નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) બોલિવૂડના ખિલાડી કુમારની ઘણી ફિલ્મો, એકસાથે રિલીઝ થવાની તૈયારીમાં છે. આમા
રક્ષાબંધન


નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) બોલિવૂડના ખિલાડી કુમારની ઘણી ફિલ્મો, એકસાથે રિલીઝ થવાની તૈયારીમાં છે. આમાંની એક ખાસ ફિલ્મ રક્ષાબંધન છે. જે આ વર્ષે રક્ષાબંધનના તહેવાર પર 11 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. આ એપિસોડમાં, ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. ટ્રેલર જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ ઘણી શાનદાર હશે. રક્ષાબંધન ફિલ્મ, ભાઈ-બહેનના પવિત્ર સંબંધ પર આધારિત છે.

ટ્રેલર જોઈને અનુમાન લગાવી શકાય છે કે, ફિલ્મમાં ફેમિલી, લવ, રોમાન્સ અને કોમેડીનો ઘણો ઉમેરો કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં, અક્ષય કુમાર તેની 4 બહેનો સાથે, જોવા મળે છે અને ફિલ્મની આખી વાર્તા તેની આસપાસ ફરે છે. અક્ષય કુમાર તેઓના લગ્નને લઈને ચિંતિત છે અને તેને, ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બહેનોના પ્રેમ અને તેમના લગ્નની ચિંતામાં તે, પોતાના પ્રેમનું બલિદાન આપવા તૈયાર છે.

અક્ષય અને ભૂમિ ઉપરાંત, ભાઈ-બહેનના સંબંધો પર આધારિત આ ફિલ્મ, રક્ષા બંધનમાં સહજમીન કૌર, દીપિકા ખન્ના, સાદિયા ખાતિબ અને સ્મૃતિ શ્રીકાંત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ચારેય, આ ફિલ્મમાં અક્ષયની બહેનના રોલમાં જોવા મળશે. અક્ષય કુમારની બહેન અલકા હિરાનંદાની, ફિલ્મ નિર્માતા આનંદ એલ રોય સાથે મળીને ફિલ્મ 'રક્ષાબંધન'નું સહ-નિર્માણ કરી રહી છે. લેખક હિમાંશુ શર્મા છે અને નિર્દેશક આનંદ એલ રોય છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / કુસુમ / દધીબલ / માધવી


 rajesh pande