નવી દિલ્હી, 23 જૂન ( હિ.સ.) ગુરુવારે સવારે 8 વાગ્યા સુધીના, છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,313 નવા કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. આ સમયગાળા દરમિયાન, કોરોના રોગચાળાને પરાજિત કરનારા લોકોની સંખ્યા, 10,972 હતી. તે જ સમયે, કોરોનાને કારણે 38 લોકોના મોત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 27 લાખ 36 હજાર 027 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. વર્તમાન રિકવરી રેટ 98.60 ટકા છે. હાલમાં દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 83 હજાર 990 થઈ ગઈ છે. દૈનિક ચેપ દર 2.03 ટકા છે.
આઈસીએમઆરના અનુસાર, છેલ્લા 24 કલાકમાં 6.56 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 85.94 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / માધવી