પશુપાલન મંત્રી દેવા માલમે સાણંદ તાલુકાના ગોરજ, લેખંબા, અને ફાંગડી ગામમાં 117 બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો
અમદાવાદ,23 જુન (હિ.સ.) સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શહેરી અને ગ્રામીણ ક્ષેત્રના શાળા પ્રવેશોત્સવ
પશુપાલન મંત્રી દેવા માલમે સાણંદ તાલુકાના ગોરજ, લેખંબા, અને ફાંગડી ગામમાં 117 બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો


અમદાવાદ,23 જુન (હિ.સ.) સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શહેરી અને ગ્રામીણ ક્ષેત્રના શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨ અંતર્ગત પશુપાલન મંત્રી દેવા માલમે સાણંદ તાલુકાના ગોરજ, લેખંબા અને ફાંગડી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ -1 અને આંગણવાડીમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. ગોરજમા 30 કુમાર અને 23 કન્યાઓ,લેખંબામા 12 કુમાર અને 15 કન્યા,ફાંગડી પ્રાથમિક શાળામાં 18 કુમાર અને 19 કન્યાઓ સાથે કુલ-117 બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. બાળકોને શાળા પ્રવેશ કરાવી મંત્રીએ જણાવ્યું હતું કે, 21મી સદી એ જ્ઞાનની સદી છે. ત્યારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી પોતાને તો સમર્થ બનાવશે તેનાથી સ્વસ્થ સમાજ નિર્માણમાં પણ તેઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે. રાજ્ય સરકાર ધ્વારા 2003 થી શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવથી શાળામાંથી વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાને અંકુશમાં લાઈ શકાઈ છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતુ કે, શિક્ષીત સમાજ દેશની પ્રગતી વધુ સારી રીતે કરી શકે છે. મંત્રીએ વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ કરવાની શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત શાળામાં દાન આપનાર દાતાઓનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

જીલ્લા વિકાસ અધિકારી- જિલ્લા પંચાયત અમદાવાદ અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે પાઠમાલા-ગ્રેસિયસ ગિવિંગ પ્રકલ્પ અંતર્ગત શાળાની અને ગામની લાયબ્રેરીમાં બાળકોને વાંચન માટે ઉપયોગી થઈ શકે તેવા પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રવેશોત્સવ દરમ્યાન પાછલા વર્ષમાં ધોરણ 3 અને 8 માં ધોરણમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય આવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને સ્કેચબુક,રંગ અને રમકડાની કીટ તથા ધોરણ 9 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને નોટબુક અને સ્વાદ્યાયપોથીની કીટ આપવામાં આવી હતી. તથા શાળામાં ઉપસ્થિત મહાનુભાવઓના હસ્તે શાળાનાં પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાણંદ તાલુકાના ધારાસભ્ય કનુ પટેલ,પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી એમ.એન. પટેલ, જીલ્લા, તાલુકા પંચાયતના સદસ્ય, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande