તાઈવાનની સીમામાં ફરી ઘૂસી આવેલા, ચીની ફાઈટર પ્લેનને ભગાડી દેવામાં આવ્યા
તાઈપે, નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) તાઈવાનની સરહદમાં ફરી આવી ગયેલ, ચીનના યુદ્ધ વિમાનોને ખદેડવામાં આવ્ય
તાઈવાનની સીમામાં ફરી ઘૂસી આવેલા, ચીની ફાઈટર પ્લેનને ભગાડી દેવામાં આવ્યા


તાઈપે, નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) તાઈવાનની સરહદમાં ફરી આવી ગયેલ, ચીનના યુદ્ધ વિમાનોને ખદેડવામાં આવ્યા છે. ચીને આ વર્ષે ત્રીજી વખત, આવુ સાહસ કર્યું છે. ચીનના 29 ફાઈટર પ્લેન, તાઈવાનની સીમામાં ઘૂસી આવ્યા હતા. ત્યારબાદ તાઈવાને પણ પોતાના, જેટ દ્વારા તેમને ખદેડ્યા હતા.

ચીને ખુદ તાઈવાનના વિસ્તારને, એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોન જાહેર કર્યો છે. તાઈવાનના એરસ્પેસમાં, ચીની ફાઈટર એરક્રાફ્ટ અને એન્ટી સબમરીન એરક્રાફ્ટ ઉડતા જોવા મળ્યા છે. એવું માનવામાં આવે છે કે, ચીનની આ કાર્યવાહી સમગ્ર ઈન્ટો-પેસિફિક ક્ષેત્ર માટે એક ખરાબ સમાચાર છે.

તાઈવાનનો દાવો છે કે. તેણે તેના જેટથી ચીનના વિમાનોને ખદેડી કાઢ્યા છે. આપને જણાવી દઈએ કે, અમેરિકાએ ઘણી વખત આશંકા વ્યક્ત કરી છે કે, ચીન તાઈવાન પર હુમલો કરી શકે છે. અમેરિકાએ પણ ખુલ્લી જાહેરાત કરી છે કે, જો આવું થશે તો તે તાઈવાનની મદદ માટે સૈનિકો મોકલશે.

ચીનના માનવાધિકાર કાર્યકર્તાએ દાવો કર્યો હતો કે,’ચીનની ગુપ્ત યોજના ઓડિયો ક્લિપમાં કેદ થઈ ગઈ છે.” તેણે 57 મિનિટની ઓડિયો ક્લિપ જાહેર કરી હતી અને દાવો કર્યો હતો કે,” ચીનના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ, તાઈવાન પર હુમલાની વાત કરી રહ્યા છે.” આ ઓડિયો સામે આવ્યા બાદ, ચીને આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે,” આવું પહેલીવાર બન્યું છે કે, ચીનનો કોઈ પ્લાન આ રીતે લીક થયો હોય.”

આ ઓડિયો અનુસાર ચીની સેના, પર્લ નદી ડેલ્ટા પાસે, સી ડિફેન્સ બ્રિગેડ બનાવવા માંગતી હતી. આ વિસ્તાર ખાંડ ઉદ્યોગનું કેન્દ્ર ગણાય છે. આ નદીના કિનારે, ચીનના ઘણા મહત્વપૂર્ણ શહેરો આવેલા છે.

હિન્દુસ્થાન સમાચાર / અજીત તિવારી / માધવી


 rajesh pande