ભારતીય વિમાનો પર લખાયેલ કોલ સાઈન કોડ 'વીટી'ને બદલવાની માંગ, હાઈકોર્ટમાં અરજી
નવી દિલ્હી, 23 જૂન ( હિ.સ.) ભારતીય વિમાનો પર લખેલા કોલ સાઈન કોડ, 'વીટી' ને બદલવાની માંગ કરતી અરજી, દ
કદીૂ


નવી દિલ્હી, 23 જૂન ( હિ.સ.) ભારતીય વિમાનો પર લખેલા કોલ સાઈન કોડ, 'વીટી' ને બદલવાની માંગ કરતી અરજી, દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજી વકીલ અને ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે દાખલ કરી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે,” કોડ 'વીટી' વિક્ટોરિયન ટેરિટરી અને વાઈસરોયના પ્રદેશ (બ્રિટિશ રાજનો વારસો) સાથે સંબંધિત છે. આ સંહિતા દેશની સાર્વભૌમત્વ, કાયદાના શાસન અને બંધારણની કલમ 14, 19 અને 21નું ઉલ્લંઘન છે.” અરજીમાં કહેવામાં આવ્યું છે કે,” કોડ 'વીટી' તે એક રાષ્ટ્રીયતા કોડ છે. જે ભારતમાં નોંધાયેલા દરેક વિમાન દ્વારા વહન કરવું જરૂરી છે.” કોડ સામાન્ય રીતે એરક્રાફ્ટના પાછળના એક્ઝિટ ડોર પહેલા, અને બારીઓની ઉપર દેખાય છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે,” બ્રિટનની તમામ કોલોનીઓ માટે 1929માં કોડ 'વીટી' નિર્ધારિત કરવામાં આવ્યો હતો. જોકે ચીન, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા જેવા દેશોએ, આઝાદી બાદ તેમના કોલ સાઈન કોડમાં ફેરફાર કર્યો છે. જ્યારે ભારતમાં 93 વર્ષ પછી પણ, આ જ કોડ વિમાન પર યથાવત છે. આમ કરવું એ દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. આ કોડનો ઉપયોગ દર્શાવે છે કે, આપણે હજુ પણ વિક્ટોરિયન પ્રદેશ અને વાઈસરોયનો પ્રદેશ છીએ. આઝાદીના 75 વર્ષ પછી સરકાર, આમાં ફેરફાર કરવાનો ઇનકાર કરે છે અથવા તો તેને બદલવાનો પ્રયાસ પણ કરે છે. આ કોડ આપણા દેશ માટે શરમજનક બાબત છે.”

હિન્દુસ્થાન સમાચાર / સંજય / દધીબલ / માધવી


 rajesh pande