સાણંદ તાલુકાના તેલાવ ગામે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ ૯૩ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો
અમદાવાદ,23 જુન (હિ.સ.) સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સ-22 અંતર્ગત અમદાવાદ જિલ્લાના
Telav 02


અમદાવાદ,23 જુન (હિ.સ.) સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સ-22 અંતર્ગત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના તેલાવ ગામે આંગણવાડીમાં કુમાર 17 અને કન્યા-25, કુલ-22 અને ધોરણ 1 ના 51 વિદ્યાર્થીઓ માટે વિદ્યા પ્રવેશ (School Readiness programme) કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો તથા પાત્રતા ધરાવતા તમામ બાળકોનું આંગણવાડીમાં નામાંકન કરવામાં આવ્યું હતું. તેલાવ ખાતે વિશેશ ઉપસ્થિત રહેલા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એસ.બી.પરમારના હસ્તે બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. ધોરણ ૩ થી 8 માં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ. આ ઉપરાંત શાળામાં દાન, લોક ફાળો આપનાર દાતાઓ, અને સ્વૈચ્છિક સંસ્થાઓનું પણ સન્માન કરવામાં આવ્યું. તથા ઉપસ્થિત મહાનુભાવઓના હસ્તે શાળાનાં પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ તથા સદસ્ય, સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande