જિલ્લાની તમામ સરકારી આઈ.ટી.આઈમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા 26 સુધી લંબાવાઇ
ભુજ/અમદાવાદ,23 જુન (હિ.સ.) જિલ્લાની તમામ આઇ.ટી.આઇ ખાતે (વર્ષ:2022 - 23) માટે પ્રવેશ મેળવવા માટે
જિલ્લાની તમામ સરકારી આઈ.ટી.આઈમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા 26 સુધી લંબાવાઇ


ભુજ/અમદાવાદ,23 જુન (હિ.સ.) જિલ્લાની તમામ આઇ.ટી.આઇ ખાતે (વર્ષ:2022 - 23) માટે પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવીને 26 જૂન-22 કરાઇ છે. દરેક આઇ.ટી.આઇ ખાતે વિનામૂલ્યે પ્રવેશફોર્મ ભરી આપવામાં આવશે .જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરેલા છે. પરંતુ રજિસ્ટ્રેશન ફી રૂ. 50 ઓનલાઇન ભરેલી નથી . એમને રૂ. 50 ઓનલાઇન ભરીને અરજી કન્ફર્મ કરવા તેમજ વધુ માહિતી માટે હેલ્પડેસ્ક સેન્ટર આઇ.ટી.આઇ ગાંધીધામ ,ઓસ્લો સીનેમાની બાજુમાં,જી.આઇ.ડી.સી એરીયા,ગાંધીધામનો સંપર્ક કરવા આચાર્ય આઇ.ટી.આઇ ગાંધીધામ દ્વારા જણાવવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande