પાટણમાં રથયાત્રા ના રૂટ પર રોડ તોડી કામ કરવા પર અષાઢી બીજ સુધી રોક લગાવી
પાટણ,23જૂન(હિ.સ) પાટણ નગર પાલિકાએ આખરે અષાઢી બીજ સુધી રથયાત્રાનાં રુટ ઉપર કોઇપણ કોન્ટ્રાકટર કે એ
પાટણમાં રથયાત્રા ના રૂટ પર રોડ તોડી કામ કરવા પર અષાઢી બીજ સુધી રોક લગાવી


પાટણ,23જૂન(હિ.સ) પાટણ નગર પાલિકાએ આખરે અષાઢી બીજ સુધી રથયાત્રાનાં રુટ ઉપર કોઇપણ કોન્ટ્રાકટર કે એજન્સી કે કોઇપણ સંસ્થાને કોઇપણ પ્રકારનું ખોદકામ કરવા કે રોડ તોડવા પર મનાઇ ફમાવી દેતો આદેશ જારી કર્યો છે.આ અંગે મળતી માહિતી મુજબ પાટણમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ ટેલીકોમ-મોબાઇલ કંપનીઓ દ્વારા તેમનાં ફાયબર કેબલ નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા નળ કે ગટર જોડાણ પણ આપવામાં આવતા હોવાથી તેનું કામ કરનારાઓ રોડ તોડવા હોવાથી ત્યાં ખાડા પડી જાય છે.

એકતરફ પાટણનાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં રુટ ઉપર પડેલા ખાડા પુરવા પંચવર્ક કરાવી રહી છે. તો બીજી તરફ શહેરનાં આ જ રુટ ઉપર એજન્સીઓ રોડ તોડીને કેબલ નાંખી રહી છે. જેથી રોડ તૂટતાં નુકસાન થઇ રહ્યું છે. આ મામલે તાજેતરમાં પાટણ પાલિકાનાં વિપક્ષનાં સભ્યએ ચીફ ઓફીસર અને પ્રમુખને લેખિત રજુઆત કરી હતી. જેનાં પગલે તેઓએ આવી કમગીરી કરવા પર અષાઢીબીજ સુધી રોક લગાવી છે.

હિન્દુસ્થાન સમાચાર/ટ્વિનકલપટેલ


 rajesh pande