એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપના, છેલ્લો દિવસે રોનાલ્ડો સિંહના નામ
નવી દિલ્હી, 23 જૂન ( હિ.સ.) એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપ 2022નો છેલ્લો દિવસ ભારતના રોનાલ્ડો સિંહ
સાયકલ


નવી દિલ્હી, 23 જૂન ( હિ.સ.) એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપ 2022નો છેલ્લો દિવસ ભારતના રોનાલ્ડો સિંહના નામ પર રહ્યો હતો. જેણે ઐતિહાસિક પ્રદર્શન સાથે સિનિયર કેટેગરીની સ્પ્રિન્ટ ઇવેન્ટમાં, સિલ્વર મેડલ જીત્યો હતો. આ ચેમ્પિયનશિપમાં તેનો ત્રીજો મેડલ હતો. આ પહેલા, તેણે 1 કિમી ટાઈમ ટ્રાયલ અને ટીમ સ્પ્રિન્ટ ઈવેન્ટ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

બુધવારે તેણે અનુભવી જાપાની ખેલાડી, કેન્ટો યામાસાકીને જોરદાર ટક્કર આપી હતી. યામાસાકીએ, એક પછી એક એમ બે રેસમાં રોનાલ્ડોને, હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં કઝાકિસ્તાનના એન્ડ્રે ચુગે એ, બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

પોતાના જન્મદિવસ પર સિલ્વર મેડલ જીત્યા બાદ રોનાલ્ડોએ કહ્યું હતું કે,” મારું લક્ષ્ય ગોલ્ડ મેડલ જીતવાનું હતું, પરંતુ હું પ્રથમ વખત સિલ્વર મેડલ મેળવીને ખુશ છું. આ મારી કારકિર્દીનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે અને મેં દરેક ટુર્નામેન્ટમાં મારી ટેકનિકમાં સુધારો કર્યો છે. તે સૌથી મહત્વપૂર્ણ છે અને મારા પરિવારના આશીર્વાદથી મેં તે હાંસલ કર્યું છે.

જાપાન અહીં આઈજીઆઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત, 41 મી સિનિયર અને 28 મી જુનિયર એશિયન ટ્રેક અને 10 મી પેરા ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપમાં, 18 ગોલ્ડ, 7 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ લિસ્ટમાં ટોચ પર છે.

જયારે કોરિયા 12 ગોલ્ડ, 14 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે, બીજા ક્રમે છે. જ્યારે કઝાકિસ્તાન 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા સ્થાને છે.

તે જ સમયે, ભારતીય સાઇકલિંગ ટીમે, ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 15 બ્રોન્ઝ સહિત 23 મેડલ જીતીને તેના અભિયાનનુ સમાપન કર્યું. જે અત્યાર સુધીની કોઈપણ ભારતીય સાઇકલિંગ ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande