સલમાન ખાને, ગ્રીન ઈન્ડિયા ચેલેન્જ સ્વીકારી, રોપા વાવ્યા
નવી દિલ્હી, 23 જૂન (હિ. સ.) બોલિવૂડનો 'ભાઈજાન' હાલના દિવસોમાં, હૈદરાબાદમાં તેની આગામી ફિલ્મ ‘કભી ઈદ
સલમાન


નવી દિલ્હી, 23 જૂન (હિ. સ.) બોલિવૂડનો 'ભાઈજાન' હાલના દિવસોમાં, હૈદરાબાદમાં તેની આગામી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન, તેણે શૂટિંગમાંથી થોડો સમય કાઢીને, ગ્રીન ઈન્ડિયા ચેલેન્જમાં ભાગ લીધો અને રામોજી ફિલ્મ સિટીમાં, રોપા વાવ્યા હતા. સલમાન ખાને આ વાતની જાણકારી, સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આપી છે અને તેની સાથે તેણે પોતાના ચાહકોને, વૃક્ષારોપણ કરવા અને પર્યાવરણ બચાવવાની અપીલ પણ કરી છે. સલમાન ખાને, ટ્વિટ કરીને ચાહકોને ગ્રીન ઈન્ડિયા ચેલેન્જમાં ભાગ લેવા કહ્યું છે. જેથી કરીને ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરી શકાય.

સલમાનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’ સિવાય સલમાન ખાન ટૂંક સમયમાં, ફિલ્મ ટાઈગર-3માં જોવા મળશે. આ ફિલ્મમાં કેટરિના કૈફ ફરી એકવાર તેની સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ સિવાય, સલમાન ખાન જલ્દી જ આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' અને શાહરૂખ ખાનની 'પઠાણ'માં કેમિયો રોલમાં પણ જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી


 rajesh pande