પાટણ,23જૂન(હિ.સ) સંસ્કાર ભારતી પાટણ દ્વારા કલાગુરુ યોગેન્દ્રજી ને ભક્તિ સંધ્યા દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ૭ મી જાન્યુઆરી ૧૯૨૪ના રોજ જન્મેલ યોગેન્દ્રજીએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર સેવા માટે સમર્પિત કર્યું હતું બહુ જ નાની વયે તેઓ નિયમિત સંઘની શાખામાં જતા અને રાષ્ટ્રપ્રેમ ને લગતી તમામ બાબતોને આત્મસાત કરતા શાળા અભ્યાસ દરમિયાન જ તેઓને ચિત્રકલા પ્રત્યે અભિરુચિ જાગી અને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓએ પોતાના જીવનને સંગીત કાર્ય ને સમર્પિત કરી દીધું અને ચિત્રકલા તેમજ અન્ય કલાઓ પ્રત્યે તેઓએ અભિરુચિ જગાવી ભારત જ્યારે આઝાદ થયું અને અખંડ ભારતનું વિભાજન થયું તે દરમિયાન થયેલી હિંસાથી તેઓનું હૃદય દ્રવી ઉઠ્યું અને તે સંવેદનાને ચિત્ર ના માધ્યમથી તેઓએ સમાજની સમક્ષ મૂકી અને શ્રદ્ધેય નાનાજી દેશમુખ ના માર્ગદર્શનથી આ ચિત્રોની પ્રદર્શન ગોઠવી અને આ પ્રદર્શની ના માધ્યમ થી તેઓએ ચિત્ર કલા ની અગત્યતા ને જન સામાન્ય સુધી જન ચેતના લાવવાનું કાર્ય કર્યું. આ કલાના વિચાર બીજ થી સંસ્કાર ભારતી નું સર્જન થયું અને સમગ્ર ભારતમાં સંસ્કાર ભારતી ની અસંખ્ય શાખાઓ નું સર્જન થયું.
પાટણ ખાતે ભારત વિકાસ પરિષદ સંચાલિત લાવણ્ય બંગલોઝ નજીક આવેલ સંસ્કાર ગાડૅન ખાતે કલાગુરૂ યોગેન્દ્રજી ને શ્રધ્ધા સુમન સમર્પિત કરવાનાં સંસ્કાર ભારતીય નાં કાર્યક્રમમાં પાટણના જાણીતા કલાકાર કમલેશ સ્વામી,રાકેશ સ્વામી,પરેશ રામી સહિતના કલાકારો દ્વારા ભક્તિ સભર ભજનોની રમઝટ બોલાવી સ્વ.ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે પાટણનાં પ્રબુધ્ધ નગરજનો એ ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન સમર્પિત કયૉ હતાં.કાયૅક્રમ નું સફળ સંચાલન ડો આસુતોષ પાઠકે દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/ટ્વિનકલપટેલ