નવી દિલ્હી, 23 જૂન ( હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે,” ન 'વ્યાજ ભવન' અને 'નિર્યાત' પોર્ટલ આત્મનિર્ભર ભારતની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે,” નવા ‘વાણીજ્ય ભવન' અને 'નિર્યાત' પોર્ટલ, થી વેપાર અને વાણિજ્યના ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન આવશે અને એમએસએમઈ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થશે.”
વડાપ્રધાને કહ્યું કે,” વિકાસશીલ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં નિકાસ મહત્વની ભૂમિકા ભજવે છે. ગયા વર્ષે ઐતિહાસિક વૈશ્વિક વિક્ષેપ છતાં, ભારતે કુલ 670 અબજ ડોલર એટલે કે, રૂ. 50 લાખ કરોડની નિર્યાત કરી હતી. ગયા વર્ષે, દેશે નક્કી કર્યું હતું કે, દરેક પડકારો છતાં, તેણે 400 અબજ ડોલર એટલે કે, 30 લાખ કરોડ રૂપિયાની વેપાર નિર્યાતની સીમા પાર કરવાની છે. પરંતુ અમે આને પણ પાર કર્યું અને 418 બિલિયન ડોલર એટલે કે, 31 લાખ કરોડ રૂપિયાની નિકાસનો નવો રેકોર્ડ બનાવ્યો.”
તેમણે કહ્યું કે,” ભારત પણ છેલ્લા આઠ વર્ષમાં સતત તેની નિકાસમાં વધારો કરી રહ્યું છે. નિકાસ લક્ષ્યો હાંસલ. નિકાસ વધારવાની બહેતર નીતિઓ, પ્રક્રિયાને સરળ બનાવવી, ઉત્પાદનને નવા બજારમાં લઈ જવા આ તમામ બાબતોમાં ઘણી મદદ મળી છે. સરકારે 32,000 થી વધુ બિનજરૂરી નિયમોને, દૂર કરીને વ્યવસાયને સરળ બનાવવાનું કામ કર્યું છે.” તેમણે કહ્યું કે,” આજે સરકારના દરેક મંત્રાલય, દરેક વિભાગ 'સંપૂર્ણ સરકારી' અભિગમ સાથે નિકાસ વધારવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. એમએસએમઈ મંત્રાલય હોય કે, વિદેશ મંત્રાલય હોય, કૃષિ કે વાણિજ્ય મંત્રાલય હોય, બધા એક સમાન લક્ષ્ય માટે સમાન પ્રયાસો કરી રહ્યા છે.”
વડાપ્રધાન મોદી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા કાર્યાલય સંકુલ, 'વાણિજ્ય ભવન' અને 'નિર્યાત પોર્ટલ'નું ઉદ્ઘાટન કર્યા પછી, કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. પોર્ટલ નિકાસ (નેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ એન્યુઅલ ટ્રેડ એનાલિસિસ રેકોર્ડ) એ ભારતના વિદેશી વેપારને લગતી તમામ જરૂરી માહિતી મેળવવા માટે સ્ટેકહોલ્ડરો માટે વન સ્ટોપ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે,” આજે નવા ભારતમાં નાગરિક કેન્દ્રિત શાસનની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે જેના પર દેશ છેલ્લા 8 વર્ષથી ચાલી રહ્યો છે. દેશને નવા અને આધુનિક કોમર્શિયલ બિલ્ડિંગની સાથે સાથે એક્સપોર્ટ પોર્ટલની ભેટ મળી રહી છે. દેશના પ્રથમ ઉદ્યોગ મંત્રી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને, તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપતાં વડાપ્રધાને કહ્યું કે,” સ્વતંત્ર ભારતને દિશા આપવામાં તેમની નીતિઓ, નિર્ણયો, સંકલ્પો, સંકલ્પોની પરિપૂર્ણતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દેશ તેમને નમ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે.”
અગાઉની સરકારો પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે,” અગાઉ રાજકીય લાભ માટે જાહેરાતો, કરવામાં આવતી હતી, પરંતુ તે ક્યારે પૂરી થશે તે અંગે કોઈ ગંભીરતા નહોતી. અમે આ પરિસ્થિતિ બદલી છે. નોંધનીય છે કે, 22 જૂન 2018 ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે, ઉદ્ઘાટન કરાયેલી ઈમારતનો શિલાન્યાસ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે,” સરકારની યોજનાઓ વર્ષો સુધી વિલંબિત ન થવી જોઈએ, તે સમયસર પૂર્ણ થાય છે, સરકારની યોજનાઓ તેમના લક્ષ્ય સુધી પહોંચે છે, તો જ દેશના કરદાતાઓનું સન્માન થાય છે. હવે અમારી પાસે, પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનના રૂપમાં એક આધુનિક પ્લેટફોર્મ પણ છે.” વડાપ્રધાને કહ્યું કે,” વાણીજ્ય ભવન આ સમયગાળા દરમિયાન વાણિજ્ય ક્ષેત્રે આપણી સિદ્ધિઓનું પણ પ્રતીક છે. આજે આપણે વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સમાં 46 મા ક્રમે છીએ, અને સતત સુધારો કરી રહ્યા છીએ.”
તેમણે કહ્યું કે,” વોકલ ફોર લોકલ અભિયાન, 'વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ' યોજના દ્વારા સ્થાનિક ઉત્પાદનો પર, સરકારના ભારથી પણ નિકાસ વધારવામાં મદદ મળી છે. હવે અમારા ઘણા ઉત્પાદનો પ્રથમ વખત વિશ્વના નવા દેશોમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે.”
ઈન્ડિયા ગેટ નજીક બાંધવામાં આવેલ, વાણીજ્ય ભવનને ઊર્જા બચાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, ટકાઉ સ્થાપત્યના સિદ્ધાંતોને સમાવિષ્ટ કરીને, સ્માર્ટ ઈમારત તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. તે એક સંકલિત અને આધુનિક ઓફિસ સંકુલ તરીકે કામ કરશે. જેનો ઉપયોગ મંત્રાલય હેઠળના બે વિભાગો એટલે કે, વાણિજ્ય વિભાગ અને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી) દ્વારા કરવામાં આવશે.
નોંધનીય છે કે, 22 જૂન, 2018ના રોજ વડાપ્રધાન મોદીએ અકબર રોડ અને માનસિંહ રોડના આંતરછેદ પાસે, વાણિજ્ય ભવનનો શિલાન્યાસ કર્યો હતો. સેન્ટ્રલ વિસ્ટાના ધોરણો અનુસાર આ બિલ્ડિંગનો વિસ્તાર 19233.745 ચોરસ મીટર છે. આ બિલ્ડીંગમાં સ્માર્ટ એક્સેસ કંટ્રોલ, સેન્ટ્રલાઈઝ્ડ એર કન્ડીશનીંગ અને વિડીયો કોન્ફરન્સીંગ જેવી આધુનિક ટેકનોલોજી સાથેની તમામ સુવિધાઓ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / માધવી