ભક્તિસભર માહોલમાં અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે જગદીશ મંદિર પરિસર ખાતે ત્રણેય રથોનું આગમન થયું.
પાટણ,23જૂન (હિ.સ) પાટણ શહેરના પ્રસિદ્ધ શ્રી જગદીશ મંદિર પરિસર ખાતે ચાલુ સાલે તારીખ ૧લી જુલાઈ ના ર
ભક્તિસભર માહોલમાં અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે જગદીશ મંદિર પરિસર ખાતે ત્રણેય રથોનું આગમન થયું.


પાટણ,23જૂન (હિ.સ) પાટણ શહેરના પ્રસિદ્ધ શ્રી જગદીશ મંદિર પરિસર ખાતે ચાલુ સાલે તારીખ ૧લી જુલાઈ ના રોજ ભક્તિસભર માહોલમાં શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર અને જગદીશ ભગવાન રથયાત્રા સમિતિ તેમજ ભગવાન જગન્નાથજીના ભક્તજનો દ્વારા ભવ્યાતિભવ્ય ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રા નિકળનાર છે. શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતર શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા રથયાત્રાને અનુલક્ષીને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની જગદીશ મંદિર પરિસર ખાતેથી નીકળનારી ૧૪૦મી રથયાત્રા માં જે ચાંદી જડીત રથમાં બિરાજમાન બની ભગવાન શ્રી જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર નગરચર્યાએ નિકળનાર છે તે ત્રણેય રથો ગુરૂવારના રોજ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે જગદીશ મંદિર પરિસર ખાતે લાવવામાં આવ્યા હતા.જયા જગદીશ મંદિર નાં પુજારી સહિત સમસ્ત ટ્રસ્ટી ગણ અને જગન્નાથ ભક્તો એ પુજા અર્ચના કરી રથો નું ભવ્યાતિભવ્ય મંદિર પરિસર ખાતે સ્વાગત કર્યું હતું.

કોરાનાની મહામારી બાદ ચાલુ સાલે પાટણ શહેરમાં નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજી ૧૪૦ મી રથયાત્રા દરમિયાન કલેકટર ના જાહેરનામો ચુસ્ત પણે અમલ કરવામાં આવે તે માટે ચાલું સાલે નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજી ની ૧૪૦મી રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારના તિક્ષણ હથીયાર સાથે ના કરતબો નહી કરવા અને કોઈ પણ પ્રકારના હથીયારો સાથે નહી રાખવા જગદીશ મંદિર ટ્રસ્ટ નાં મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ દ્વારા અપીલ કરવામાં આવી છે જો રથયાત્રા દરમિયાન કોઈ પણ વ્યક્તિ આવા તિક્ષણ હથીયાર સાથે મળી આવશે તો તેઓની સામે કલેકટર ના જાહેરનામા નાં ઉલ્લંધન બદલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવનાર હોવાનુ તેઓએ જણાવ્યું હતુ.

કોરોનાની મહામારી બાદ ચાલુ સાલે નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૦મી રથયાત્રામાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડનારા હોય મંદિર ટ્રસ્ટ દ્વારા ચણા અને મગ નાં પ્રસાદમાં પણ દર વષૅ કરતાં ચાલુ સાલે વધારો કરવામાં આવ્યો છે. તો સેવા કેમ્પોમાં પણ ચાલુ સાલે વધારો થનાર હોવાની સાથે શહેરના રાજમાર્ગો પર ૫૦ ઉપરાંત કમાનો ઉભી કરી રથયાત્રા નાં માગૉ ને સુશોભિત કરવામાં આવ્યો છે.તો પાલિકા દ્વારા રથયાત્રા નાં માર્ગો ને પણ પેવર કરી રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણ ઉભી ન થાય તે પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.તો પોલીસ વડા દ્વારા પણ રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તે માટે જગદીશ મંદિર પરિસર સહિત રથયાત્રા નાં માર્ગો નું નિરિક્ષણ કરી ટ્રસ્ટીઓ સાથે જરૂરી વિચાર વિમર્શ પણ કરવામાં કરાયો હોવાનું મંદિર ટ્રસ્ટ નાં મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ એ જણાવ્યું હતું.

તા.૧ લી જુલાઈ નાં રોજ નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજી ની ૧૪૦ મી રથયાત્રા ને લઈને પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા વાસીઓ માં અનેરો આનંદ ઉમંગ છવાયેલો જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર/ટ્વિનકલ પટેલ


 rajesh pande