- ડ્રાઈવરને ઝોકું આવવાના કારણે, આ અકસ્માત થયો
-હરિદ્વારથી દર્શન કરીને ભક્તો ગોલા પરત ફરી રહ્યા હતા
પીલીભીત, નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) ઉત્તર પ્રદેશના જિલ્લા પીલીભીત ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક બેકાબૂ ડીસીએમ, ગુરુવારે વહેલી સવારે એક ઝાડ સાથે અથડાઈને હાઈવે પર પલટી ગઈ હતી.
આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે 6 થી 7 લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર /