સરકારી લેડી હોસ્પિટલમાં 2 સ્પેશ્યલ વેન્ટિલેટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા.
પોરબંદર 24,જૂન(હિ. સ) સરકારી હોસ્પિટલની સારવારને લઇને અવાર નવાર આક્ષેપો કરવામાં આવે છે. પરંતુ કોરોન
2 special ventilators were installed in Lady Hospital


2 special ventilators were installed in Lady Hospital


પોરબંદર 24,જૂન(હિ. સ)

સરકારી હોસ્પિટલની સારવારને લઇને અવાર નવાર આક્ષેપો કરવામાં આવે છે. પરંતુ કોરોનાકાળમાં સરકારી હોસ્પિટલનું મહત્વ લોકોને સમજાયું હતું. સરકાર દ્વારા પણ સરકારી હોસ્પિટલને આધુનીક સાધનોથી સુસજ્જ કરવામાં આવી રહી છે. જેથી જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે આરોગ્યની ઉત્તમ સારવાર મળી રહે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં કોરોનાકાળબાદ વેન્ટિલેટરની અને ઓક્સિજનની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે. તો પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં અધૂરા માસે જન્મતા નવજાત શિશુઓને વેન્ટિલેટર જરૂરિયાત ઉભી થાય છે. આ માટે સરકારે બે સ્પેશ્યલ વેન્ટિલેટર આપ્યા છે. તેમના ઈન્સ્ટોલેશનની પણ કામગીરી પુર્ણ થઇ ગઇ છે.હવે નવજાત શિશુના શ્વાસ ધબકતા રહેશે અને તેને નવજીવન મળશે. પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં તબીબ અને નર્સિંગ સ્ટાફની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં મોટાભાગે જરૂરિયાતમંદ પરિવારની સગર્ભા મહિલાઓ પ્રસૃતિ માટે આવે છે. અહીં 100 માંથી 20 બાળકો અધૂરા માસે જન્મે છે. આવા બાળકોનું જીવન બચાવવા માટે આ હોસ્પિટલના બાળકોના ડોકટર માલદે ઓડેદરા પ્રયત્નો કરે છે. પરંતુ આધુનીક સાધનોની પણ એટલી જ જરૂરિયાત ઉભી થાય છે. હાલ સરકારી લેડી હોસ્પિટલનાં એસએનસીયુ વોર્ડમાં બે સીપેક મશીન વીથ વેન્ટીલેટર 10 વોર્મર બાળકોને રાખવા માટે મશીનની સુવિધા હાલ આ વોર્ડમાં હતી. તેમાં વેન્ટિલેટરની સૌથી વધુ જરૂરિયાત હોય આથી અહીના હોસ્પિટલના પ્રસાશને વેન્ટિલેટરની માંગણી સરકાર સમક્ષ કરી હતી. જેને પગલે બે સ્પેશ્યલ વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે અને તેમના ઇન્સ્ટોલેશનની પણ કામગીરી પુર્ણ થઇ ગઇ છે. હવે અધૂરા માસે જન્મતા બાળકોને રૂપાળીબા લેડી હોસ્પિટલમાં જ ઉત્તમ સારવાર મળશે અને તેમને નવજીવન આપી શકાશે. આ સારવાર જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદ સમાન બની છે.

હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા


 rajesh pande