ફરી આવી ચારુ અસોપા અને રાજીવ સેન વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી
સુષ્મિતા સેનની ભાભી અને જાણીતી ટેલિવિઝન અભિનેત્રી ચારુ આસોપા અને તેના પતિ રાજીવ સેન વચ્ચે ફરી એકવાર
Charu Asopa and Rajiv Sen


સુષ્મિતા સેનની ભાભી અને જાણીતી ટેલિવિઝન અભિનેત્રી ચારુ આસોપા અને તેના પતિ રાજીવ સેન વચ્ચે ફરી એકવાર મતભેદ છે. રિપોર્ટ્સ અનુસાર, સંબંધોમાં વધતી ખટાશને જોતા ચારુ અસોપા રાજીવ સેનથી છૂટાછેડા લેવાનું વિચારી રહી છે. ચારુ આસોપાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે - 'અંતર ક્યારેય સંબંધને ખતમ કરતું નથી. પરંતુ કોમ્યુનિકેશનનો અભાવ અને મોડો જવાબ સંબંધને બગાડે છે.

આ પોસ્ટ બાદ ચારુ ચર્ચામાં છે. હાલમાં ચારુ આસોપાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી રાજીવની તમામ તસવીરો પણ હટાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ચારુ અસોપાએ જૂન 2019માં સુષ્મિતા સેનના ભાઈ અને અભિનેતા રાજીવ સેન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે અણબનાવના સમાચાર સામે આવવા લાગ્યા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં ચારુ અને રાજીવ બંને તેમના પ્રથમ સંતાન તરીકે એક પુત્રીના માતા-પિતા બન્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/સુરભી સિંહા/મુકુંદ


 rajesh pande