અમેરિકામાં પાંચ મહિલાઓને મંકીપોક્સ, કોરિયામાં એક વ્યક્તિ
વોશિંગ્ટન/ઝાગ્રેબ,24 જૂન (હિ.સ.). અમેરિકામાં પાંચ મહિલાઓ અને યુરોપિયન દેશ ક્રોએશિયામાં એક વ્યક્તિને
Monkeypox


વોશિંગ્ટન/ઝાગ્રેબ,24 જૂન (હિ.સ.). અમેરિકામાં પાંચ મહિલાઓ અને યુરોપિયન દેશ ક્રોએશિયામાં એક વ્યક્તિને મંકીપોક્સનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને મંકીપોક્સની સ્થિતિ અંગેની સલાહકાર સમિતિની બેઠકમાં આ માહિતી આપી હતી. ક્રોએશિયામાં મંકીપોક્સનો પ્રથમ દર્દી મળી આવ્યો છે.

ક્રોએશિયાના સરકારી ટેલિવિઝનના અહેવાલ મુજબ, હાલમાં જ સ્પેન અને ઇટાલીના પ્રવાસેથી પરત ફરેલા એક વ્યક્તિને મંકીપોક્સથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. આ વ્યક્તિ તેના ઘરે આઈસોલેશનમાં છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, 13 મેથી 23 જૂન સુધીમાં 48 દેશોમાં મંકીપોક્સના 3,200 થી વધુ દર્દીઓ નોંધાયા છે.

હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ


 rajesh pande