હારીજ નજીકથી પસાર થતી કેનાલમાંથી યુવાનની લાશ મળી આવતા અરેરાટી વ્યાપી..
પાટણ,24જૂન(હિ.સ) પાટણ પંથકની કેનાલો માંથી અવારનવાર લાશો મળવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે ત્યારે
હારીજ નજીકથી પસાર થતી કેનાલમાંથી યુવાનની લાશ મળી આવતા અરેરાટી વ્યાપી..


પાટણ,24જૂન(હિ.સ) પાટણ પંથકની કેનાલો માંથી અવારનવાર લાશો મળવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે ત્યારે શુક્રવારની વહેલી સવારે હારીજ નજીકથી પસાર થઈ રહેલી કુરેજા કેનાલ માંથી કોઈ યુવાનની લાશ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.

આ બાબતે મળતી હતી તે મુજબ પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ નજીકથી પસાર થતી કુરેજા કેનાલમાં કોઈ યુવાન અને લાશ તરતી હોવાની જાણ કેનાલ નજીક ની આજુબાજુમાં રહેતા રહીશોને થતા આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાની મદદથી લાશને બહાર કાઢી તેનાં કપડાં ની તલાસી લેતાં તેનાં ખીસ્સા માંથી મળી આવેલા આધાર કાર્ડ માં રબારી કરશનભાઈ ભુરાભાઈ રહે.કનીજ લખેલ હોય પોલીસે લાશનું પંચનામુ કરી પીએમ અર્થે મોકલી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/ટ્વિનકલ પટેલ


 rajesh pande