ઘોઘમ્બા ના સાજોરા ગામે ભજીયા ખાતા ફૂડ પોઇઝનિંગ
ગોધરા,24 જુન (હિ. સ.) ઘોઘંબા તાલુકાના સાજોરા ગામના એક જ પરિવારના 10 વ્યક્તિઓને થયું ફુડ પોઇઝન
ઘોઘમ્બા ના સાજોરા ગામે ભજીયા ખાતા ફૂડ પોઇઝનિંગ


ગોધરા,24 જુન (હિ. સ.) ઘોઘંબા તાલુકાના સાજોરા ગામના એક જ પરિવારના 10 વ્યક્તિઓને થયું ફુડ પોઇઝનિંગ થયા ની ઘટના બનવા પામી છે અને તમામ ને ગંભીર હાલત માં ગોધરા ની સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરાયા છે, સમગ્ર મામલા માં ઘોઘમ્બા તાલુકા ના સાજોરા ગામ માં એક પરિવાર માં ઘરે મહેમાન આવતા ઘેર બનાવેલા ભજીયા ખાતા થયું ફૂડ પોઇઝનિંગ થયા ની ઘટના બની હતી જેમાં સૌ પ્રથમ ભજીયા ખાધા બાદ તમામ ને ગભરામણ અને ઉલ્ટી ઝાડા ની એક સાથે ફરિયાદ ઉઠતા તાત્કાલિક નજીક ના ખાનગી દવાખાને લઈ જવાયા હતા પરંતુ ફૂડ પોઇઝનિંગ ની અસર જણાતા તમામ ને 108 એમ્બયુલેન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ માં ખસેડાયા હતા, ખોરાકી ઝેરની અસર થતા 10 જેટલા વ્યક્તિઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જયા ગોધરા સિવિલ હોસ્પિટલમાં હાલ તમામ વ્યક્તિઓની સારવાર શરૂ કરાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર/હર્ષદ મહેરા


 rajesh pande