સરકારી પોલીટેકનીક, પાલનપુર ખાતે આ વર્ષે ૬૦ બેઠકો સાથે ICT (ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી) કોર્ષ શરૂ કરાયો
અંબાજી 24 જુન (હિ.સ.) રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઔધોગિક એકમોની જરૂરિયાત મુજબ નવીન ઉભરતી
સરકારી પોલીટેકનીક, પાલનપુર ખાતે આ વર્ષે ૬૦ બેઠકો સાથે ICT (ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી) કોર્ષ શરૂ કરાયો


અંબાજી 24 જુન (હિ.સ.) રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઔધોગિક એકમોની જરૂરિયાત મુજબ નવીન ઉભરતી બ્રાન્ચ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીની ગુજરાતમાં ડિપ્લોમા ઇજનેરી કોલેજો ખાતે શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ધોરણ- ૧૦ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે નવી દિશામાં ભવિષ્ય ઘડતરની તકો પુરી પાડતી નવીન વિદ્યાશાખા ICT ની સરકારી પોલીટેકનીક, પાલનપુર ખાતે આ વર્ષે ૬૦ બેઠકો સાથે શરૂ કરવામાં આવેલ છે. આજના ડિજિટલ યુગના પ્રાણ એવા કલાઉડ કમ્પ્યુટિંગ, ઈન્ટરનેટ ઓફ થીંગ્સ (IOT), એમ્બેડેડ સિસ્ટમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાઈબર સિક્યોરિટી, બ્રોડકસ્ટ મીડિયા વગેરેને એક જ કોર્ષમાં આવરી લેતી વિદ્યાશાખા એટલે ICT.

આ કોર્ષ પૂર્ણ કર્યા બાદ સરકારી તેમજ બિન સરકારી એકમોમાં નોકરીની વિપુલ તકો રહેલી છે. દરેક સરકારી એકમોમાં ICT અધિકારી તથા નાયબ ICT અધિકારી તરીકેની તકો, તેમજ મલ્ટીનેશનલ કંપનીઓમાં, કોર્પોરેટ ક્ષેત્રે ડેટા એનાલિસ્ટ, સિસ્ટમ એનાલિસ્ટ, ICT સિક્યોરિટી એનાલિસ્ટ, સોફ્ટવેર ડેવલોપર તરીકેની ઉજ્જવળ તકો રહેલી છે. ધોરણ-૧૦ પાસ કરેલ પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ તારીખ ૭ મી જુલાઈ સુધીમાં વેબસાઈટ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી પ્રવેશ મેળવી શકે છે. તેમ સરકારી પોલીટેકનીક પાલનપુરના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર/મહેન્દ્ર અગ્રવાલ


 rajesh pande