વાવ તાલુકાની ઢીમા, પ્રતાપપુરા અને તખતપુરા પ્રાથમિક શાળાઓમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો
અંબાજી 24 જુન (હિ.સ.) સમગ્ર રાજયમાં શરૂ થયેલા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહો
 બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો


 બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો


અંબાજી 24 જુન (હિ.સ.) સમગ્ર રાજયમાં શરૂ થયેલા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2022 અંતર્ગત બનાસકાંઠાના વાવ તાલુકાની ઢીમા, પ્રતાપપુર અને તખતપુરા પ્રાથમિક શાળાઓમાં પૂર્વમંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સામાજિક અગ્રણીઓએ ધોરણ-1 અને આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે પ્રાસંગીક ઉદબોધન કરતા પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ધોરણ- 1 માં પ્રવેશપાત્ર બાળકોના સુંદર ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે આ વિસ્તારની દિકરીઓને ભણાવવા વાલીઓ અને ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સંગઠન પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આર.ટી.ઓ પાલનપુર પી.બી.સુરાણી, જિલ્લા પંચાયત સદસ્ય જામાજી રાઠોડ, ઢીમા સી.આર.સી. વિરજી પટેલ સહિત સામાજિક અગ્રણીઓ, શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને સફળ બનાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/મહેન્દ્ર અગ્રવાલ


 rajesh pande