ડીપી-આઇઆઇટી જીઆઈ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દેશમાં 400 થી વધુ જીઆઈ (ભૌગોલિક સંકેત)
ડીપી


નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દેશમાં 400 થી વધુ જીઆઈ (ભૌગોલિક સંકેત) ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે, મલ્ટી-મીડિયા અભિયાનની યોજના બનાવી રહ્યું છે. આમાં દાર્જિલિંગ ચા, ચંદેરી કપડા, મૈસૂર સિલ્ક અને કાશ્મીરમાં અખરોટના લાકડાની કોતરણી જેવા, ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે, મંગળવારે આપવામાં આવેલી નોટિસમાં જણાવ્યું હતું કે, “ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપી-આઇઆઇટી) નિયમિતપણે વિવિધ મલ્ટી-મીડિયા ઝુંબેશ, જાહેરાતો અને જીઆઈ ઉત્પાદનો માટે, પ્રમોશનલ સામગ્રીઓનું સંચાલન કરે છે. ડીપી-આઇઆઇટી આ અભિયાન દ્વારા 400 થી વધુ, જીઆઈ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવશે.”

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડીપીઆઈઆઈટી જીઆઈ ઝુંબેશ માટે, પ્રતિષ્ઠિત ઓડિયો-વિઝ્યુઅલ એજન્સીઓને પેનલમાં સામેલ કરવાનું વિચારી રહી છે. પેનલમાં સમાવિષ્ટ એજન્સીઓને, ઉત્પાદન, પ્રાયોજિત ઑડિયો-વિઝ્યુઅલ પ્રોગ્રામ્સ અને ટૂંકા વિડિયો બનાવવાનો અનુભવ હોવો જોઈએ. ડીપી-આઇઆઇટી નું આ અભિયાન જીઆઈ ઉત્પાદકો માટે, રોજગારીની તકો વધારશે અને અર્થતંત્રને વેગ આપશે.

ઉલ્લેખનીય છે કે, જીઆઈ એક સંકેત છે. તેનો ઉપયોગ ચોક્કસ ભૌગોલિક મૂળ ધરાવતા ઉત્પાદનો માટે થાય છે. આમાં જે તે વિસ્તારની લાક્ષણિકતાઓના ગુણો અને પ્રતિષ્ઠા પણ જોવા મળે છે. સંરક્ષિત ભૌગોલિક સંકેત ધારક, જો કે, અન્ય વ્યક્તિને સમાન તકનીકનો ઉપયોગ કરીને, સમાન ઉત્પાદનનું ઉત્પાદન કરતા અટકાવી શકતા નથી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / માધવી


 rajesh pande