ઈમરાન હાશ્મીએ જમ્મુ-કાશ્મીરમાં, પથ્થરબાજીના સમાચારને નકારી કાઢ્યા
નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) ફિલ્મ અભિનેતા ઈમરાન હાશ્મી વિશેના, એક સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી
ઇમરાન


નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) ફિલ્મ અભિનેતા ઈમરાન હાશ્મી વિશેના, એક સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ સમાચાર મુજબ તાજેતરમાં જ એક્ટર ઈમરાન હાશ્મી પોતાની એક ફિલ્મના શૂટિંગ માટે જમ્મુ-કાશ્મીરના પહેલગામ, પહોંચ્યા હતા. જ્યાં શૂટિંગ પૂરું કર્યા બાદ એક્ટર સાંજે ફરવા ગયો હતો. પરંતુ આ દરમિયાન કોઈએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. જોકે, પથ્થરબાજી કરનારની ઓળખ કરી લેવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના પર અનંતનાગ પોલીસે પણ ટ્વિટ કરીને પોતાનું નિવેદન જાહેર કર્યું છે.

તેમના નિવેદનમાં, પોલીસે જણાવ્યું હતું કે, 'પહલગામ'માં ચાલી રહેલી ફિલ્મના શૂટિંગ દરમિયાન, 18 સપ્ટેમ્બરે સાંજે 07:15 વાગ્યે શૂટ સમાપ્ત કર્યા પછી એક તોફાની તત્વોએ ક્રૂ મેમ્બરો પર પથ્થરમારો કર્યો હતો. પહેલગામ પોલીસ સ્ટેશનમા, આ મામલે એફઆઈઆર (એફઆઈઆર નંબર 77/2022) નોંધવામાં આવી છે. તે જ સમયે, તે બદમાશની પણ ઓળખ કરી લેવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.’

તે જ સમયે, અભિનેતા ઇમરાન હાશ્મીએ એક ન્યૂઝ પોર્ટલ પર, પોતાની પ્રતિક્રિયા આપતા તેને ખોટું ગણાવ્યું છે અને જમ્મુ-કાશ્મીર પોલીસને પણ ટેગ કર્યું છે. ઈમરાન હાશ્મીએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું, જેમાં તેણે લખ્યું, કાશ્મીરના લોકોનુ ખૂબ જ હાર્દિક સ્વાગત. શ્રીનગર અને પહેલગામમાં શૂટિંગ શાનદાર રહ્યુ.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી


 rajesh pande