કોહલી તોડી શકે છે સચિનનો, 100 આંતરરાષ્ટ્રીય સદીઓનો રેકોર્ડ: રિકી પોન્ટિંગ
કેનબેરા,નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવું છે કે
કોહલી


કેનબેરા,નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવું છે કે, સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી, મહાન સચિન તેંડુલકરના 100 આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડને તોડી શકે છે.

તેણે આઈસીસી રિવ્યુના લેટેસ્ટ એપિસોડ દરમિયાન કહ્યું, જો તમે મને આ પ્રશ્ન ત્રણ વર્ષ પહેલા પૂછ્યો હોત, તો મેં હા કહી દીધી હોત. પરંતુ હા, મને હજુ પણ લાગે છે કે, તે તેના માટે સંભવ છે, તેમાં કોઈ શંકા નથી. મને. અત્યારે પણ તે એવું લાગે છે કે, તે સચિનની 100 સદીઓ પાર કરી લેશે. પરંતુ તેના માટે તેણે તેને આગામી ત્રણ કે, ચાર વર્ષ સુધી વર્ષમાં પાંચ કે છ સદી ફટકારવી પડશે.”

પોન્ટિંગે આગળ કહ્યું, જુઓ, હું વિરાટને ક્યારેય નહીં કહીશ કે, તે વર્ષમાં ચાર કે પાંચ સદી નહીં ફટકારી શકે, કારણ કે તમે જાણો છો કે, એકવાર તે થોડો લયમાં આવી જાય છે, તો તેના માટે વસ્તુઓ આરામદાયક બની જાય છે. તે રન માટે ભૂખ્યો છે.

1,020 દિવસની રાહ જોયા બાદ, વિરાટ કોહલીએ તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી. તેણે માત્ર 61 બોલમાં અણનમ 122 રન બનાવ્યા અને પોન્ટિંગના 71 સદીના રેકોર્ડની બરાબરી કરી. તે એક મહિનાના વિરામ પછી રમતમાં પાછો ફર્યો અને ટૂર્નામેન્ટમાં બીજા સૌથી વધુ સ્કોરર તરીકે રહ્યો. એશિયા કપમાં કોહલીએ પાંચ ઇનિંગ્સમાં, 276 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને બે અર્ધસદી સામેલ હતી.

જ્યારે વિરાટ રન માટે ઝઝૂમી રહ્યો હતો અને ટીમમાંથી બહાર થવાની વાતો ચાલી રહી હતી ત્યારે, પોન્ટિંગ તેના સમર્થનમાં હતો અને હજુ પણ છે, તે ખુશ છે કે કોહલી હવે રન બનાવી રહ્યો છે.

કોહલી તેની સાથે સંયુક્ત રીતે બીજા ક્રમનો સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ખેલાડી બનવા પર પોન્ટિંગે કહ્યું, તે માત્ર સમયની વાત હતી. તેમાં વધુ સમય લાગ્યો છે, છેલ્લા કેટલાક વર્ષોમાં કોહલી રન માટે સંઘર્ષ કરી રહ્યો હતો, જેના કારણે તેને આ સમય લાગ્યો હતો. 71 સુધી પહોંચવામાં થોડો સમય બાકી છે, પરંતુ હું જાણતો હતો કે તે થવાનું છે.

પરંતુ જુઓ, તે સ્પષ્ટપણે સર્વકાલીન મહાન ખેલાડીઓમાંનો એક છે અને તેણે તેની કારકિર્દીમાં ઘણી લાંબી મજલ કાપવાની છે. તેને પાછા રન બનાવતા જોઈને આનંદ થયો, એમ તેણે ઉમેર્યું.

જો કે બેટિંગમાં ઓપનિંગ કરતી વખતે આવેલી કોહલીની 71 મી સદીએ ભારતને મૂંઝવણમાં મૂકી દીધું છે. કોહલીએ બેટિંગ ક્રમમાં નંબર 3 ખેલાડી તરીકે, બેટિંગ કરી છે અને સાતત્ય જાળવી રાખ્યું છે. પરંતુ તેની સદી એ પ્રશ્ન ઉભો કરે છે કે, શું તેણે આઈસીસી ટી-20 વર્લ્ડ કપ નજીક આવતા જ ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરવું જોઈએ! કોહલી પાસે આ પ્રશ્નના સમર્થનમાં આંકડા છે. તેણે ભારત માટે નવ ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઓપનિંગ કર્યું છે અને આ નવ મેચોમાં તેણે 57.14ની એવરેજ અને 161.29ના પ્રભાવશાળી સ્ટ્રાઈક રેટથી 400 રન બનાવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande