સચિન તેંડુલકર, યુવરાજ સિંહ જેવા ખેલાડીઓ, દેહરાદૂન પહોંચ્યા
દેહરાદૂન, નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર ( હિ.સ.) રોડ સેફ્ટી વીકના ભાગરૂપે રાજ્યની રાજધાનીમાં, વર્લ્ડ સિરી
સચિન તેંડુલકર, યુવરાજ સિંહ જેવા ખેલાડીઓ, દેહરાદૂન પહોંચ્યા


દેહરાદૂન, નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર ( હિ.સ.) રોડ સેફ્ટી વીકના ભાગરૂપે રાજ્યની રાજધાનીમાં, વર્લ્ડ સિરીઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભારત, ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડની ટીમો તેમની પ્રતિભા બતાવશે. આ ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેવા માટે સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ જેવા વરિષ્ઠ ખેલાડીઓ, દેહરાદૂન પહોંચી ગયા છે. જેઓ ક્રિકેટના મેદાનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરવા જઈ રહ્યા છે.

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 21 સપ્ટેમ્બરથી દેહરાદૂનમાં શરૂ થઈ રહી છે. ભારતીય ખેલાડીઓ 22 સપ્ટેમ્બરે, મેદાનમાં ઉતરશે. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ માટે ઇન્ડિયા લિજેન્ડ્સ, શ્રીલંકા લિજેન્ડ્સ, ઇંગ્લેન્ડ લેજેન્ડ્સ અને ન્યુઝીલેન્ડ લેજેન્ડ્સના પ્લેયર્સ આજે દેહરાદૂન પહોંચી રહ્યા છે. સચિન તેંડુલકરની કપ્તાનીમાં રહેલા ઈન્ડિયા લિજેન્ડ્સના ખેલાડીઓ ચાર્ટર્ડ પ્લેન દ્વારા દેહરાદૂન પહોંચ્યા છે.

દેહરાદૂનમાં યોજાનારી ક્રિકેટ મેચને લઈને રાજ્યના લોકોમાં ઉત્સુકતા છે. તે જ સમયે, મેચ માટે ચાર દેશોના 113 સભ્યો, સોમવારે ઈન્ડિગો ફ્લાઈટ દ્વારા ઈન્દોરથી દેહરાદૂન પહોંચ્યા હતા. દેહરાદૂનના જોલીગ્રાન્ટ હવાઈમથક પર પહોંચ્યા બાદ તમામ સભ્યો, બસો અને અન્ય વાહનો દ્વારા રાજધાની દેહરાદૂનની વિવિધ હોટેલો માટે રવાના થયા હતા. આ મેચ જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. જોલીગ્રાન્ટ હવાઈમથક પર સચિન તેંડુલકર, યુવરાજ જેવા ખેલાડીઓ તેમના ચાહકોથી ઘેરાઈ ગયા હતા અને સચિન તેંડુલકરે બાળકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સાકેતી / માધવી


 rajesh pande