ઈરાનમાં બુરખાનો વિરોધ, પોલીસ સાથે અથડામણ, પાંચના મોત
તેહરાન, નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) ઈરાનમાં બુરખો ન પહેરવા બદલ પોલીસ કસ્ટડીમાં, એક મહિલાના મોતથ
ગીોલ


તેહરાન, નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) ઈરાનમાં બુરખો ન પહેરવા બદલ પોલીસ કસ્ટડીમાં, એક મહિલાના મોતથી ખળભળાટ મચી ગયો છે. ઈરાનમાં 22 વર્ષની કુર્દિશ મહિલા, મહસા અમીનીના મોતના વિરોધમાં સામૂહિક દેખાવો શરૂ થઈ ગયા છે. ઘણી જગ્યાએ આ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આ દરમિયાન દિવાનદારેહ શહેરમાં, પાંચ લોકો માર્યા ગયા હતા. ઈરાનના કુર્દ વિસ્તારનો આ તે ભાગ છે. જ્યાં સૌથી વધુ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

આ દરમિયાન ઈરાની મહિલા દેખાવકારોએ, તેમના વાળ કાપી નાખ્યા અને હિજાબ સળગાવી દીધો. પર્દામાં રહેવાના કડક નિયમ સામે, મહિલાઓ વિરોધ કરી રહી છે. ઈરાનના ન્યાયતંત્રે મહિલાના, મૃત્યુની તપાસ શરૂ કરી છે. ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવું ફરજિયાત છે. રાજ્યના ટેલિવિઝન અહેવાલોએ, મૃત્યુની પુષ્ટિ કરી નથી, પરંતુ અહેવાલોએ કેટલાક વિરોધીઓની ધરપકડ કરવાનું સૂચન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પરિવાર સાથે તહેરાન ફરવા આવેલી અમીનીને હિજાબ ન પહેરવા બદલ મોરાલિટી પોલીસે, અટકાયતમાં લીધી હતી અને પોલીસ સ્ટેશનમાં જ તેનું મોત થયું હતું. પોલીસ દાવો કરે છે કે, તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું, પરંતુ પરિવારે શારીરિક ત્રાસનો આક્ષેપ કર્યો છે. અમીનીના મોતનો ભારે વિરોધ થઈ રહ્યો છે. શનિવારે સાકેજમાં તેના અંતિમ સંસ્કારમાં સામેલ લોકોએ પ્રદર્શન કર્યું હતું. ઈરાની પત્રકાર માસીહ અલીનેજાદે, ઈન્ટરનેટ મીડિયા પોસ્ટમાં મહિલાઓના વાળ કપાવતો વીડિયો પોસ્ટ કર્યો હતો. એક દિવસ પહેલા, કુર્દિશ સાનાંદાજમાં આઝાદી ચોક ખાતે, અમીનીના મૃત્યુનો વિરોધ કરી રહેલા સેંકડો દેખાવકારો પર પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો. વિરોધ કરી રહેલી મહિલાઓ અને પુરુષોએ કારના કાચ તોડીને આગ ચાંપી દીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી


 rajesh pande