મોસ્કો, નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર ( હિ.સ.) અવકાશમાં રેકોર્ડ 437 દિવસ વિતાવનાર, રશિયન અવકાશયાત્રી ડો.વલેરી પોલ્યાકોવનું નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા.
રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસે ડો.વલેરી પોલ્યાકોવના મૃત્યુની જાહેરાત કરી છે. પોલ્યાકોવ 8 જાન્યુઆરી 1994 ના રોજ અવકાશ યાત્રા પર ગયા હતા. 17 કલાક 38 મિનિટ સુધી અવકાશમાં 437 દિવસ વિતાવ્યા બાદ, 22 માર્ચ 1995 ના રોજ તેઓ પાછા ફર્યા. આ દરમિયાન તેમણે પૃથ્વીની 7075 વખત પરિક્રમા કરી અને 190 મિલિયન માઈલ અંતરિક્ષમાં મુસાફરી કરી હતી.
અવકાશમાં હતા ત્યારે તેઓ, એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે, શું એવું કરનારા લોકોએ મંગળની લાંબી મુસાફરી કરવી પડે, તો તેમનું માનસિક સ્વાસ્થ્ય જાળવી શકશે કે કેમ. આ સમયગાળા દરમિયાન, કરવામાં આવેલા પરીક્ષણો દર્શાવે છે કે સાડા ચૌદ મહિનાના અભિયાન છતાં તેમની કામ કરવાની રીતમાં કોઈ ફેરફાર થયો નથી.
રશિયન અવકાશ એજન્સી રોસ્કોસ્મોસે, તેમના મૃત્યુની જાહેરાત કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે,’ તેમને સોવિયત યુનિયનના હીરો અને યુએસએસઆરના પાયલોટ કોસ્મોનૉટ જેવા, માનદ પદવીઓથી નવાજવામાં આવ્યા છે. તેમના સંશોધનથી સ્પષ્ટ થયું કે માનવ શરીર, દૂર અંતરિક્ષમાં પણ તમામ મુશ્કેલીઓનો સામનો કરવા સક્ષમ છે.’
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ મિશ્ર / માધવી