લેસ્ટર પછી, સ્મેથવિકમાં હિન્દુ મંદિરની બહાર હિંસા
લંડન, નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.) બ્રિટનમાં સાંપ્રદાયિક ઉન્માદ ઉગ્ર બન્યો છે. ભારત-પાકિસ્તાન એશ
લેસ્ટર પછી, સ્મેથવિકમાં હિન્દુ મંદિરની બહાર હિંસા


લંડન, નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.) બ્રિટનમાં સાંપ્રદાયિક ઉન્માદ ઉગ્ર બન્યો છે. ભારત-પાકિસ્તાન એશિયા કપ મેચ બાદ લંડન નજીક લિસ્ટરમાં હિંદુ-મુસ્લિમ રમખાણ અને હવે સ્મેથવિકમાં રમખાણ થયા છે. મંગળવારે સ્મેથવિકમાં એક મંદિરની બહાર 200 થી વધુ લોકોએ અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઉપદ્રવ ઈંગ્લેન્ડના સ્મેથવિક શહેર વેસ્ટ મિડલેન્ડ્સના દુર્ગા ભવનમાં થયો હતો. એક વર્ગે અહીં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, ભીડને ઉશ્કેરણીજનક નારા લગાવતા સાંભળી શકાય છે. તે જ સમયે, સુરક્ષા કર્મચારીઓ તેમને રોકતા જોવા મળે છે. કેટલાક વિરોધીઓ મંદિરની દિવાલ પર પણ ચઢી ગયા હતા.

વાયરલ વીડિયોમાં 200 થી વધુ લોકો, દુર્ગા ભવન હિન્દુ મંદિર તરફ કૂચ કરી રહ્યા છે. આ દરમિયાન ભીડ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રહી છે. બર્મિંગહામ વર્લ્ડના રિપોર્ટ અનુસાર, આ ઘટના ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ ક્રિકેટ બાદ, લેસ્ટરમાં થયેલા રમખાણો જેવી જ છે.

લેસ્ટરની ઘટના બાદ લંડનમાં ભારતીય હાઈ કમિશને ભારતીય સમુદાય સામેની હિંસાની સખત નિંદા કરી હતી. હાઈ કમિશને ઈંગ્લેન્ડના વહીવટીતંત્ર પાસેથી ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. લેસ્ટર રમખાણોના કેસમાં અત્યાર સુધીમાં 47 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી


 rajesh pande