ભાજપા શાષિત પ્રદેશોના મેયરો અમદાવાદમાં હેરીટેજ વોક પર નીકળ્યા
અમદાવાદ,21 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતી હેરીટેજ વોકનો ભાજપ શાષ
Mayors Heritage Walk In City By BJP  1 Mayors Heritage Walk In City By BJP  2 


Mayors Heritage Walk In City By BJP  1 Mayors Heritage Walk In City By BJP  2 


અમદાવાદ,21 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતી હેરીટેજ વોકનો ભાજપ શાષિત પ્રદેશોના મેયરો અને ડેપ્યુટી મેયર સહીત અનેક અધિકારીઓએ લાભ લીધો હતો, સવારે 9:00 વાગે હેરિટેજ વોકનો કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાંથી મહારાજના આશીર્વાદ સાથે શરૂઆત કરવામાં આવી હતી. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થયેલ હેરિટેજ વોકમાં દેશભરમાંથી ભાજપ શાષિત રાજ્યોમાંથી આવેલા દરેક શહેરના મેયર અને ડેપ્યુટી મેયર તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ, કર્ણાવતી મહાનગરના મેયર કિરીટભાઈ, ભાસ્કર ભટ્ટ તેમજ કાલુપુરના હર્ષ વર્ધન બ્રહ્મભટ્ટ અને અન્ય અગ્રણી નેતાઓ, ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સ્થાનિકોની હાજરીમાં હેરિટેજ વોક કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande