ભારતની ડેથ બોલિંગની નિષ્ફળતા પર હાર્દિકે કહ્યું- આપણે આપણા બોલરો પર, વિશ્વાસ કરવો પડશે
મોહાલી, નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર ( હિ.સ.) જસપ્રીત બુમરાહ વિના, ભારતની વર્લ્ડ કપની તૈયારીની યોજનાઓ બિ
હાર્દિક


મોહાલી, નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર ( હિ.સ.) જસપ્રીત બુમરાહ વિના, ભારતની વર્લ્ડ કપની તૈયારીની યોજનાઓ બિલકુલ યોગ્ય દિશામાં નથી અને વર્તમાનમાં લક્ષ્યનો બચાવ કરવો, એ છે જ્યાં ટીમને સૌથી વધુ સુધારો કરવાની જરૂર છે.

મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની તેમની ચાર વિકેટની હાર, તાજેતરમાં એશિયા કપમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામેની હાર જેવી જ હતી. આ તમામ મેચોમાં, ટીમે મેચના અંતે એક-બે મોંઘી ઓવર ગુમાવી હતી. પોતાની વિવિધતાઓ માટે જાણીતા હર્ષલ પટેલનું પુનરાગમન પણ, ઓસ્ટ્રેલિયા સામેની આ પ્રથમ ટી-20 મેચમાં ભારતને મદદ કરી શક્યું નહીં.

મેચમાં 30 બોલમાં અણનમ 71 રન બનાવનાર હાર્દિક પંડ્યાએ કહ્યું, આપણે બધા જાણીએ છીએ કે, જસપ્રીત બુમરાહ ટીમમાં શું લાવે છે અને તે અમારા માટે કેટલો મહત્વનો છે. પરંતુ અમારે અમારા બોલરો પર ભરોસો રાખવો પડશે. આ દેશના સર્વ શ્રેષ્ઠ પંદર ખેલાડીઓ છે, તેથી તેઓ ટીમમાં છે તેથી તેમના પર ભરોસો કરવો પડશે. જસપ્રિત ત્યાં હોવાને કારણે ઘણો ફરક પડે છે, દેખીતી રીતે, પરંતુ... તે ઈજામાંથી પરત આવી રહ્યો છે, તેથી તે મહત્વનું છે કે, તેની પાસે આવવા માટે પૂરતો સમય છે. પાછા ફરવા પર તે પોતાના પર વધારે દબાણ ન નાખે.

તેણે કહ્યું, એક ટીમ તરીકે, અમે વધુ સારા થવા માંગીએ છીએ. હારવું એ તમને ઘણું શીખવે છે. અમે પ્રક્રિયાથી સંચાલીત ટીમ છીએ અને વિશ્વ કપ આવે ત્યાં સુધીમાં, અમે અમારી પ્રક્રિયાઓને સુનિશ્ચિત કરીશું અને સુધારીશું અને જોઈશું કે, અમે ક્યાં સુધાર કરી શકીએ છીએ. મને મારા સાથી ખેલાડીઓ પર ઘણો વિશ્વાસ છે. અમે બહુ જલ્દી ટ્રેક પર આવીશું.

209 રનનો પીછો કરવા માટે ઓસ્ટ્રેલિયાને, છેલ્લી ચાર ઓવરમાં 55 રનની જરૂર હતી અને ઓસ્ટ્રેલિયાએ ચાર બોલ બાકી રહેતા લક્ષ્યનો પીછો કર્યો હતો. ભુવનેશ્વરે તેની છેલ્લી બે ઓવરમાં અનુક્રમે 15 અને 16 રન આપ્યા હતા, જ્યારે હર્ષલ પટેલે 22 રન આપ્યા હતા.

હાર્દિકે કહ્યું, જુઓ, આ એક રમત છે. બોલરોએ પણ 24-25 ઓવર આપી છે અને તેનાથી કોઈ ફરક પડ્યો નથી. આ દ્વિપક્ષીય શ્રેણી છે, અમને વધુ બે મેચ મળશે અને અમે જીતવાનો પ્રયાસ કરીશું.

જોકે, બેટ સાથે પંડ્યાનું સારું ફોર્મ ભારત માટે ઘણું સકારાત્મક રહ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે,’ શું તે ઉપર આવીને બેટિંગ કરવા તૈયાર છે?’ તેણે કહ્યું, હું મારી ભૂમિકાને નંબર 5 પર જોઉં છું. મને પાંચમાં બેટિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં કોઈ રોકેટ સાયન્સ નથી. મને જ્યાં પણ અને જ્યારે પણ બેટિંગ કરવાની તક મળે છે, ત્યારે હું તેનો આનંદ માણું છું. તેણે કહ્યું. બેટિંગ મારા હાર્ટની ખૂબ જ નજીક છે, તેથી મને કેટલા બોલ મળી શકે તે અંગે મને કોઈ વાંધો નથી. જો મને બેટિંગ કરવા માટે 10 બોલ મળે તો તે પણ સારું છે.

તેણે કહ્યું, હું જાણું છું કે તાજેતરમાં મારા ઘણા સારા દિવસો રહ્યા છે, પરંતુ મારા સારા દિવસો પર પણ મારું ધ્યાન હું કેવી રીતે વધુ સારો થઈ શકું તેના પર છે. હું પણ 0 પર આઉટ થયો છું પરંતુ હું તટસ્થ છું. મેં આજે સારી રમત રમી હતી, પરંતુ અમે આ મેચ હારી. મારે આગામી મેચ માટે તૈયાર રહેવું પડશે અને ખાતરી કરવી પડશે કે, હું કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા તૈયાર છું. હંમેશા એક પગલું આગળ રાખવું જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande