વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુનિંદા ભાષણોનો સંગ્રહનુ, શુક્રવારે વિમોચન થશે
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુનિંદા ભાષણોનો સંગ્રહ 'સબકા સાથ, સબકા વિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુનિંદા ભાષણોનો સંગ્રહનુ, શુક્રવારે વિમોચન થશે


નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુનિંદા ભાષણોનો સંગ્રહ 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ' માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા, 23 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે, ઓલ ઈન્ડિયા રેડિયો પર આયોજિત કાર્યક્રમમાં બહાર પાડવામાં આવશે.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન હશે, અને વિશેષ અતિથિ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ હશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર આ કાર્યક્રમના યજમાન હશે. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રા અને મંત્રાલયના વિવિધ મીડિયા એકમોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુનિંદા ભાષણોનું આ સંકલન, 130 કરોડ ભારતીયોની આશાઓ અને આકાંક્ષાઓ દ્વારા નવા ભારતના નિર્માણનો, સારાંશ આમાં છે. આ સંગ્રહ વિવિધ વિષયો પર મે 2019 થી મે 2020 સુધીના વડા પ્રધાનના 86 ભાષણો પર કેન્દ્રિત છે. દસ વિષયોના ક્ષેત્રોમાં વિભાજિત, આ ભાષણો વડાપ્રધાનના 'નવા ભારત'ના વિઝનને પ્રતિબિંબિત કરે છે. સારી રીતે વિભાજિત વિભાગો છે - સ્વ-નિર્ભર ભારત: અર્થતંત્ર, લોકો-પ્રથમ શાસન, કોવિડ-19 સામે લડત, ઉભરતા ભારત: વિદેશી બાબતો, જય કિસાન, ટેક ઈન્ડિયા-ન્યુ ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા-સહિષ્ણુ ભારત-સ્વચ્છ ભારત (ગ્રીન ઈન્ડિયા) -સ્થિતિસ્થાપક ભારત-સ્વચ્છ ભારત), સ્વસ્થ ભારત-સક્ષમ ભારત (ફિટ ઈન્ડિયા- કાર્યક્ષમ ભારત), સનાતન ભારત-આધુનિક ભારત સાંસ્કૃતિક વારસો અને મન કી બાત.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / માધવી


 rajesh pande