આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિવિધ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો
નવસારી/અમદાવાદ,22 સપ્ટેમ્બર (હિ.સ.) આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નિયામકશ્રી આયુષની કચેરી ગા
Medical Camp1 Medical Camp2 


Medical Camp1 Medical Camp2 


નવસારી/અમદાવાદ,22 સપ્ટેમ્બર (હિ.સ.) આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર, શહેર મહિલા મોરચા નવસારી-વિજલપોરના સહયોગ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી દ્વારા દશેરા ટેકરી, મિશ્રશાળા નવસારી ખાતે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્યપંચકર્મ ઉર્વિબેન પટેલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા દર્દીઓની આયુર્વેદ પધ્ધતિથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુગર ચેકઅપ, સ્વાસ્થવૃત અને પોષણ સબંધિત પેમ્પલેટ વિતરણ, મંકીપોક્ષ વાયરસ સામે રોગપ્રતિકારક શકિત વર્ધક દવા વિતરણ, ઔષધિય રોપા વિતરણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સંસ્કાર ભારતી સ્કુલ, નવસારી ખાતે પોષણ માસની ઉજવણી કરાઇ હતી. જેમાં કિશોરીઓને રોગપ્રતિકારક શકિતવર્ધક દવા વિતરણ, પેમ્પલેટ વિતરણ અને યોગ સમજ આપવામાં આવી હતી. કાલિયાવાડી અને દશેરા ટેકરી આંગણવાડી ખાતે સગર્ભા બહેનો-બાળકો તેમજ વિરવાડી હનુમાનજી મંદિર ખાતે આદિવાસી અનાથ છાત્રાલયમાં યોગ સમજ, પોષણ સબંધિત દવા, પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થી દર્દીઓએ ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande