કલેકટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ
પોરબંદર,22 સપ્ટેમ્બર (હિ.સ.) આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિભાનસભાની ચૂંટણી અંતર્ગત પોરબંદર જિલ્લા
A meeting of nodal officials was held in Porbandar


A meeting of nodal officials was held in Porbandar


પોરબંદર,22 સપ્ટેમ્બર (હિ.સ.) આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિભાનસભાની ચૂંટણી અંતર્ગત પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને જિલ્લાના જુદા-જુદા નોડલ અધિકારી ઓની બેઠક યોજાઇ હતી.પોરબંદર જિલ્લામાં સમાવિષ્ટ કુતિયાણા અને પોરબંદરની વિધાનસભા બેઠકની ચૂંટણીમાં જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓની વિવિધ કામગીરીની સંદર્ભે કલેકટર ના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારી ઓની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટર અશોક શર્માએ જરૂરી સૂચનો આપવાની સાથે અધિકારી ઓ સાથે પ્રશ્નોતરી કરી અભિપ્રાયો જાણ્યા હતા.આ તકે કલેકટરએ જણાવ્યું હતું કે, લોકશાહીના આ પર્વમાં જે અધિકારી, કર્મચારીને ચૂંટણીની કામગીરી સોપવામાં આવે તેમણે પૂરી નિષ્ઠાથી ફરજ બજાવીને લોકશાહીના આ પર્વ જોડાયને સૈાએ સાથે મળીને કામ કરીને પોતાની ફરજ બજાવવા કહ્યુ હતુ.

બેઠકમાં જુદા-જુદા 18 નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં નોડલ ઓફિસર ફોર મેન પાવર મેનેજમેન્ટ, નોડલ ઓફિસર ફોર તાલીમ, નોડલ ઓફિસર ફોર લો એન્ડ ઓર્ડર સહિત 18 નોડલ ઓફિસર હાજર રહ્યા હતા.

આ તકે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, અધિક નિવાસી કલેકટર એમ.કે.જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રેખાબા સરવૈયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.

હિન્દુસ્તાન સમાચાર/ તેજસ ઢોલરીયા


 rajesh pande