બગવદરમા આયુષ્યમાન કાર્ડ અને ઇ-શ્રમ કાર્ડ ની કાર્યક્રમ યોજાશે.
પોરબંદર,22 સપ્ટેમ્બર(હિ.સ.) હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય લોકોની સુવિધા માટે
બગવદરમા આયુષ્યમાન કાર્ડ અને ઇ-શ્રમ કાર્ડ ની કાર્યક્રમ યોજાશે.


પોરબંદર,22 સપ્ટેમ્બર(હિ.સ.) હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય લોકોની સુવિધા માટે બગવદર ખાતે કાર્યાલયનું શુભારંભ કરવામાં આવેશે. ટ્રસ્ટના ચેરમેન રામદેભાઇએ જણાવ્યું હતું કે માતા-પિતાના આશીર્વાદથી અને લીરબાઇ માતાજીની અસીમ કૃપાથી છેલ્લા બે દાયકાથી જરૂરિયાતમંદ દર્દી નારાયણને સમયસર નિઃશુલ્ક પણે સારવાર મળી રહે તે માટે હેલ્થ એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી બગવદર ખાતે આયુષ્યમાન તથા ઈ-શ્રમ કાર્ડ માટે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવશે. આગામી તા.23 સપ્ટેમ્બરને શુક્રવારે સવારે 10 કલાકે બસ સ્ટેન્ડ પાસે બગવદર ખાતે કાર્યાલયનો પ્રારંભ થશે. જેનું ઉદ્ઘાટન ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર નામની ગંભીર બિમારીને હરાવનાર કુણવદરની દિકરી રેખાબેન ઓડેદરાના હસ્તે કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવશે. આમ તો છેલ્લા 20 વર્ષથી હલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી રક્તદાન, સર્વરોગ નિદાન કેમ્પ, એમ્બ્યુલન્સ જેવા સેવાના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આગામી દિવસોમાં આયુષ્યમાન તથા ઈ-શ્રમ કાર્ડ નિઃશુલ્ક કાઢી આપવાના કાર્યાલય ખાતે લોકો ઉપસ્થિત રહે તેવી અપીલ કરાઇ છે.

હિન્દુસ્તાન સમાચાર/ તેજસ ઢોલરીયા


 rajesh pande