કલામહાકુંભ માં પોરબંદર ના યુવાનો નું શ્રેષ્ઠ પ્રદર્શન
પોરબંદર,22 સપ્ટેમ્બર(હિ.સ.) કલાકારોને પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે તાજેતરમાં જ પોરબંદર જિલ્લા કક્ષાના
Best performance of youth in Kalamahakumbh


Best performance of youth in Kalamahakumbh


પોરબંદર,22 સપ્ટેમ્બર(હિ.સ.) કલાકારોને પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે તાજેતરમાં જ પોરબંદર જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કલાકારોએ ભાગ લીધો હતો. જેમા ભરત નાટયમમાં સુરભિ કલાવૃંદના કલાગુરૂ સુરભી રાણીંગાના શિષ્ય ધૃતિ દવે અદિતિ કોટકે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સરકાર દ્વારા દર વર્ષે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ પોરબંદરમાં બે દિવસીય કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800 થી પણ વધુ કલાકારોએ ઉત્સાહભેર ભાગ લધી હતો અને વિવિધ નૃત્ય રજૂ કરી સૌ કોઇને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કલા મહાકુંભમાં સુભિ કલાવૃંદના કલાગુરૂ સુરભિ રાણીંગાના શિષ્ય કૃતિ વત્સલભાઈ દવે એ અ વિભાગમાં તેમજ અદિતિ વિનોદભાઇ કોટકે બ-વિભાગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ બન્ને કલાકારોને સુરભિ કલાવૃંદના પ્રમુખ કિષ્નાબેન રાણીંગા, માધુરી લોઢિયા, સુરભી રાણીંગા, વિપિનભાઈ કક્કડ, જીતુભાઈ રાણીંગા અને સભ્યોએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.

હિન્દુસ્તાન સમાચાર/ તેજસ ઢોલરીયા


 rajesh pande