સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા, વ્યાજદરમાં વધારાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર ( હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં, નરમાઈનો દોર યથાવત છે.
સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા, વ્યાજદરમાં વધારાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો


નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર ( હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં, નરમાઈનો દોર યથાવત છે. અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા, વ્યાજ દરમાં વધારાની અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પણ પડી છે. બ્રેન્ટ ક્રૂડ એક ડૉલર ઘટીને 91 ડોલર, પ્રતિ બેરલની નજીક ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે યુએસ વેસ્ટ ટેકસાસ ઈંટરમીડીએટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 2 ડોલર ઘટીને, 84 ડોલર, પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. આમ છતાં દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. એ જ રીતે ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. જોકે, યુપી અને બિહારમાં બંને ઈંધણના ભાવમાં થોડો ફેરફાર થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રારંભિક વેપાર દરમિયાન બ્રેન્ટ ક્રૂડ બેરલ દીઠ 90.31 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ, પ્રતિ બેરલ 83.35 ડોલર પર કારોબાર કરી રહ્યું છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવતા ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો.

નોંધનીય છે કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં 139 ડોલર પ્રતિ બેરલના સ્તરને સ્પર્શ્યા બાદ કાચા તેલની કિંમતમાં 35 થી 36 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે. જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓએ 22 મેથી બંને ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / માધવી


 rajesh pande