નાણામંત્રીએ કહ્યું કે,' ભારત ડિજિટલ પેમેન્ટમાં વિશ્વમાં સૌથી આગળ છે.'
પુણે, નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે,” ભારતમાં ડિજ
નાણામંત્રીએ કહ્યું કે,' ભારત ડિજિટલ પેમેન્ટમાં વિશ્વમાં સૌથી આગળ છે.'


પુણે, નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે,” ભારતમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની સફળતાએ, શંકા કરનારાઓને ખોટા સાબિત કર્યા છે.” સીતારમણે કહ્યું કે,” યુપીઆઈ પેમેન્ટના મામલે ભારત, વિશ્વમાં સૌથી આગળ રહ્યું છે.”

નાણામંત્રીએ ગુરુવારે અહીં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના કાર્યકર્તાઓને, 'મોદી શાસનના 20 વર્ષ' કાર્યક્રમને, સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી. નિર્મલા સીતારમણે કહ્યું કે,” લોકડાઉન દરમિયાન એક બટન દબાવીને, લોકોના બેંક ખાતામાં રકમ પહોંચી હતી. જો તેઓ બેંકમાં જઈ શક્યા ન હતા અથવા આ વિશે જાણતા ન હતા, તો બેંક મિત્રોએ ગામમાં જઈને તેમના પૈસા આપ્યા હતા.”

તેમણે કહ્યું કે,” ડિજિટલ પેમેન્ટ કેવી રીતે કામ કરી શકશે તે અંગે ઘણી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સારી નથી. પરંતુ કોરોના રોગચાળા છતાં, ભારત વિશ્વમાં UPI ચૂકવણીમાં સૌથી આગળ રહ્યું છે. જ્યારે કેટલીક અદ્યતન અર્થવ્યવસ્થાઓ ચેક કરી રહી હતી, અને તેને પરબીડિયામાં મૂકીને પોસ્ટ દ્વારા લોકોને મોકલી રહી હતી.”

સીતારામને કહ્યું કે,” થોડા વર્ષો પહેલા યુપીએ સરકારના એક મંત્રીએ કહ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક પેમેન્ટને લોકપ્રિય બનાવવું અશક્ય છે. કારણ કે, તમે શાકભાજી વેચનારને 7 રૂપિયા કેવી રીતે ચૂકવશો! પણ તે શંકા પણ દૂર થઈ ગઈ છે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / માધવી


 rajesh pande