ઉલ્હાસનગરમાં 5 માળની ઈમારતનો સ્લેબ, ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા
મુંબઈ, નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર ( હિ.સ.) મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં, ગુરુવારે બ
ઉલ્હાસનગરમાં 5 માળની ઈમારતનો સ્લેબ, ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા


મુંબઈ, નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર ( હિ.સ.) મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં, ગુરુવારે બપોરે પાંચ માળની ઈમારતનો સ્લેબ તૂટી પડતાં ચાર લોકોનાં મોત થયાં હતાં. જીવ ગુમાવનારાઓમાં ત્રણ લોકો એક જ પરિવારના હતા.

ઉલ્હાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ, અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટના સ્થળ પર કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.

ઉલ્હાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર જમીર લેંગરેકરે, પત્રકારોને જણાવ્યું હતું કે,” પાંચ માળની ઇમારત ‘માનવ ટાવર’ 25 વર્ષ જૂની છે. મકાન જર્જરિત હાલતમાં હતું. જેના કારણે તેને ખાલી કરાવવામાં આવ્યુ હતુ, પરંતુ ધનવાણી પરિવાર અને અન્ય લોકો, બિલ્ડિંગના ત્રીજા માળે રહેતા હતા. આજે બપોરે ચોથા માળનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં ધનવાણી પરિવારના ત્રણ સભ્યો સહિત, ચાર લોકોના મોત થયા હતા.”

મૃતકોની ઓળખ રેણુ ધનવાણી (55), ધોલદાસ ધનવાણી (58), પ્રિયા ધનવાણી (24) અને સાગર ઓછાણી (19) તરીકે થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર / માધવી


 rajesh pande