આઈબીએસએની, ત્રિપક્ષીય મંત્રી આયોગની બેઠક પૂર્ણ થઈ
ન્યૂયોર્ક, નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) 10મી ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા સંવાદ મંચ (આઈબીએસએ) ત્
આઈબીએસએની, ત્રિપક્ષીય મંત્રી આયોગની બેઠક પૂર્ણ થઈ


ન્યૂયોર્ક, નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) 10મી ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા સંવાદ મંચ (આઈબીએસએ) ત્રિપક્ષીય મંત્રી આયોગ (આઈટીએમસી) ની બેઠક ન્યૂયોર્કમાં યોજાઈ હતી. વિદેશ મંત્રી ડૉ. જયશંકર તેના અધ્યક્ષ સ્થાને હતા. કાર્લોસ આલ્બર્ટો ફ્રંન્કો ફ્રાંન્કા, ફેડરેટિવ રિપબ્લિક ઑફ બ્રાઝિલના વિદેશ પ્રધાન અને રિપબ્લિક ઑફ સાઉથ આફ્રિકાના આરોગ્ય પ્રધાન ડો.જો ફાહલાએ તેમના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું.

મંત્રીએ આઈબીએસએ સહકારની વ્યાપક સમીક્ષા કરી. તેમણે આઈબીએસએ હેઠળની નવી પહેલોનું સ્વાગત કર્યું. જેમ કે આઈબીએસએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની ઉદ્ઘાટન બેઠક, આઈબીએસએ કાર્યકારી જૂથના સ્વરૂપમાં વિકાસ સહકાર એજન્સીઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય/ત્રિપક્ષીય વિકાસ ભાગીદારી અને આઈબીએસએ વરિષ્ઠ અધિકારીઓની ઉદ્ઘાટન બેઠકના પરંપરાગત મુદ્દાઓ.

આઈબીએસએ દક્ષિણ-દક્ષિણ સહકારની ભાવનાનું ઉદાહરણ આપે છે. આઈબીએસએ ભંડોળ એ, આઈબીએસએ સહયોગનું એક વિશેષ વૈશિષ્ઠય છે. શરૂઆતથી, જ તેના 35 ભાગીદાર દેશોમાં 39 દક્ષિણ-દક્ષિણ સહકાર વિકાસ પ્રોજેક્ટ્સને સમર્થન આપતા, યુએસ 44 અરબ ડોલર કરતાં વધુની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી મોટાભાગના ઓછા વિકસિત દેશો છે.

મંત્રીઓએ બહુપક્ષીય સંગઠનોમાં સહકાર, દક્ષિણ-દક્ષિણ સહયોગ, યુએનએસસી સુધારણા, 2030 એજન્ડા અને શાશ્વત વિકાસ લક્ષ્યાંકો, જળવાયું પરિવર્તન, આતંકવાદ વિરોધી, વિકાસ માટે ધિરાણ, ડબ્લ્યુટીઓ, જી20 સહિત અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. તેઓએ આફ્રિકન યુનિયન, મધ્ય પૂર્વ શાંતિ પ્રક્રિયા અને યુક્રેનની સ્થિતિ જેવા પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.

મંત્રીએ યુએનએસસીમાં કાયમી હાજરીની આફ્રિકન દેશોની કાયદેસરની આકાંક્ષાઓને સમર્થન આપ્યું હતું અને સુરક્ષા પરિષદમાં કાયમી બેઠકો મેળવવા માટે બ્રાઝિલ અને ભારતના પ્રયાસોને સમર્થન આપ્યું હતું. મંત્રીએ અનુક્રમે 2023 અને 2024માં ભારત અને બ્રાઝિલના આગામી જી-20 અધ્યક્ષોની નોંધ લીધી, જે સહકારને પ્રોત્સાહન આપવા અને જી-20 એજન્ડાને પ્રોત્સાહન આપવા અને વિકાસના પરિપ્રેક્ષ્યમાં કામ કરવાની એક ઉપયોગી તક તરીકે છે. ભારત વર્તમાન આઈબીએસએ અધ્યક્ષ છે અને નવેમ્બર 2022 માં જી-20 સમિટની બાજુમાં 6ઠ્ઠી આઈબીએસએ સમિટનું આયોજન કરશે. બેઠકના અંતે મંત્રીઓએ મંત્રી સ્તરીય સંવાદ અપનાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande