નાઓમી ઓસાકા, બિમારીના કારણે પેન પેસિફિક ઓપનમાંથી ખસી ગયા
ટોક્યો, નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) જાપાનની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ના
નાઓમી ઓસાકા, બિમારીના કારણે પેન પેસિફિક ઓપનમાંથી ખસી ગયા


ટોક્યો, નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) જાપાનની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી અને ડિફેન્ડિંગ ચેમ્પિયન નાઓમી ઓસાકા, બીમારીના કારણે ચાલી રહેલી પેન પેસિફિક ઓપનમાંથી ખસી ગઈ છે. તેણે બીટ્રીઝ હદ્દદ મૈયા સામેના, બીજા રાઉન્ડની મેચ પહેલા પોતાની ખસી જવાની જાહેરાત કરી હતી.

ઓસાકાએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મને ખરેખર દિલગીર છે કે હું આજે સ્પર્ધામાં ભાગ લેવા શક્ષમ નથી. અહીં જાપાનમાં અદ્ભુત ચાહકોની સામે, ટોરે પેન પેસિફિક ઓપનમાં રમી શકવા માટે તે એક સન્માનની વાત છે. તે એક ખાસ ટુર્નામેન્ટ છે અને હંમેશા રહેશે. અને હું ઈચ્છું છું કે હું આજે કોર્ટમાં જઈ શકું, પરંતુ મારું શરીર મને મંજૂરી આપતું ન હતું. આ અઠવાડિયે તમારા બધાના સમર્થન બદલ, આભાર અને હું તમને આવતા વર્ષે મળીશ.

આ જાહેરાત બાદ, હદદ માયા વોકઓવર દ્વારા ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધી, જ્યાં તેણીનો સામનો ચોથી ક્રમાંકિત વેરોનિકા કુડરમેટોવા અથવા મેક્સીકન ક્વોલિફાયર ફર્નાન્ડા કોન્ટ્રેરાસ ગોમેઝ સામે થશે.

ઓસાકા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જેણે 2019માં ટાઇટલ જીત્યું હતું. કોવિડ-19 રોગચાળાને કારણે 2020 અને 2021માં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ન હતું.

ટુર્નામેન્ટની ચાલુ આવૃત્તિમાં, ઓસ્ટ્રેલિયાની ડારિયા સેવિલે ઘૂંટણની ઈજાને કારણે પ્રથમ રાઉન્ડમાંથી ખસી ગયા બાદ ઓસાકાએ બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

આ ટૂર્નામેન્ટ પહેલા ઓસાકાએ મીડિયાને કહ્યું હતું કે,” ઈજાઓ સાથે સિઝન લડ્યા બાદ તે ફિટ અને સ્વસ્થ છે.”

ઓસાકાએ કહ્યું, મને લાગે છે કે, આ વર્ષ મારા માટે ચોક્કસપણે શ્રેષ્ઠ વર્ષ નથી રહ્યું, પરંતુ મને લાગે છે કે એકંદરે મેં મારા વિશે ઘણું શીખ્યું છે. હું સ્વસ્થ રહીને ખુશ છું કારણ કે મેં મારી જાતને યુરોપમાં શોધી છે. તે પહેલી ઈજા હતી જેણે મને સાજા થવામાં લાંબો સમય લીધો હતો.

પેન પેસિફિક ઓપન 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને 25 સપ્ટેમ્બરે સમાપ્ત થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande