ઓસ્કર માટે નામાંકિત થયેલ ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર પાન નીલ
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર(હિ. સ.) દરેક કલાકાર પોતાની ફિલ્મને હોલીવુડના ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેશન મળ
નીલ


નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર(હિ. સ.) દરેક કલાકાર પોતાની ફિલ્મને હોલીવુડના ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેશન મળે તે માટે વલખા મારતો હોય છે. એવા આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે દક્ષિણ ની ફિલ્મ આરઆરઆર કે કેજીએફ પણ નહિ, પરંતુ એક ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો”ને નોમિનેશન મળ્યુ છે. આ ફિલ્મના નિર્માતા નિર્દેશક પણ નામાંકિત એવા ગુજરાતી નિર્માતા નિર્દેશક જ છે. જેમની ફિલ્મમાં એક નાનકડો પણ રોલ મળે તો કામ કરવાની ઈચ્છા ધરાવતા બોલીવુડના બીગ બી પણ કતાર માં ઊભા છે. એ નામાંકિત નિર્માતા નિર્દેશક નું નામ છે. નલીન રમાકાંત પંડયા. પાન નીલ ના નામે જાણીતા આ નિર્દેશક ગુજરાતના સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના નાનકડા એવા ગામ અડતાલા ગામના છે.

જ્યાં તેઓ પણ બાલ્યાવસ્થામાં તેમના પિતાજી ની સાથે ખીજડીયા જંકશન પર ચા આપવાનું કામ કરતા હતા. 12 વર્ષની વયે તેમના ભાગ્ય માનો કે બદલ્યુ અને ઉજ્જવળ ભવિષ્ય જાણે તેમની રાહ જોતું હોય તેમ તેમને સ્ટેશન પર થી જ, બરોડા ગુજરાતના એક શિક્ષક ત્યાં પ્લેટફોર્મ પર આવ્યા હતા તેમના ટ્રેન ની રાહ જોઇને ઊભા હતા ત્યારે તેમણે આ બાળકની કલાકૃતિઓ જોઈ અને તે પણ સામાન્ય બાકસના ખાલી બોક્સ પર તેનું આર્ટ જોઈ નલીનને પોતાની સાથે લઇ જવાની તેમના પિતા પાસે પરવાનગી લઈને તેને પોતાની સાથે લઇ ગયા. બરોડાના એમ એસ યુનિવર્સીટી ના ફાઈન આર્ટસ માં એડમીશન કરાવ્યુ. નાનપણથી જ ભણવામાં ઓછી રૂચી ધરાવતા પાન નીલના સપનાને, જાણે પાંખો મળી અને અહીંથી જ તેમણે તેમની કલાના પરચા બતાવવાનુ ચાલુ કરી દીધુ હતુ.

સમય જતા મુંબઈ સિનેમા અને ત્યાંથી હોલીવુડ સિનેમામાં તેમની કલાના ડંકા વાગવા માંડ્યા. આ દરમિયાન તેમને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, અમદાવાદથી એનઆઈડીની ઉપાધી મેળવી હતી. શરૂઆત માં તેમણે કામ ચલાઉ રોજન્દારી માટે લગ્નના વિડીઓ પણ બનાવ્યા હતા. અમદાવાદની જાણીતી રવિવાર બજાર માંથી એક જુનો કેમેરો શોધ્યો. બાદમાં તેમણે 20 મૂંગી એનીમેશન ફિલ્મો બનાવી, પરંતુ પૈસાના અભાવે તે ડબ્બામાં જ રહી.

ત્યાર બાદ 1988 માં મુંબઈ દુર્ગા ખોટે પ્રોડક્શન માં તેમને બ્રેક મળ્યો. ત્યારે દૂરદર્શન પર આવતી આર કે લક્ષ્મણની આવતી સીરીયલ વાગલે કી દુનિયામાં પણ પોતાની કળા બતાવી હતી.

મુંબઈ થી તેમને યુએસ અને યુકે જવાની તક મળી ત્યાર બાદ તેમણે પોતાનો હાથ સ્ટોરી લખવામાં અજમાવ્યો અને ડોકયુમેન્ટરી બનાવી.અને તેને ડિસ્કવરી ચેનલને આપી.ત્યાર બાદ કેનલ પ્લસ, બીબીસી જેવી અગ્રણી ઇન્ટરનેશનલ ચેનલો માટે તેમણે કામ કર્યું. કેનલ પ્લસ માટે તેમણે એક શોર્ટ ડોકયુમેન્ટરી શ્રીદેવી અને શાહરૂખ ખન સાથે પણ બનવી. તેમણે સ્વતંત્ર રીતે ડોક્યુમેન્ટરી બનાવતા, તેમની ફ્રેંચ ડોક્યુમેન્ટરી યોલાંડે ઝઉબેમેન્સ એ, બધાનું ધ્યાન તેમન તરફ ખેંચ્યું. તેમની ડોક્યુમેન્ટરી ફિલ્મ બોર્ન ક્રિમીનલ ઇન ઇંડિયા માટે તેમને કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં આમંત્રણ મળ્યુ.

તેમણે પોતાના પ્રોડક્શન બેનર ‘મોનસુન ફિલ્મ’કંપની દિલ્હીમાં સ્થાપી, અને તેઓ મુબઈ પાછા ફર્યા. 2000 માં આંતરરાષ્ટ્રીય સિનેમા અને જાણીતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ માં નામના મેળવી. 2006 માં નલિનની હિંદી અને જાપનીઝ માં બનેલ વેલી ઓફ ફ્લાવર્સ ફિલ્મ જે હિમાલય અને જાપાનમાં ફિલ્માવેલ 35 દેશોમાં સુપર હીટ ગઈ હતી. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલ ઓફ લોજ એન્જલસ અને 4 આઈ એએસી ન્યૂયોર્કમાં બેસ્ટ ડાયરેક્ટ તરીકે નામાંકન મેળવ્યુ.

2013 માં કુંભ મેળાને વર્લ્ડ વાઈજ નામાંકન મળ્યું અને ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટીવલ ઓડિયન્સ ચોઈસમાં નામાંકિત થઇ હતી.

2021 માં તેમના દ્વારા લખેલ, નિર્દેશિત, અને પ્રોડક્શન કરેલ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને ટ્રીબેક ફિલ્મ ફેસ્ટીવલ જુન 21 માં ઓડિયન્સ 1સ્ટ રનર્સઅપ, અને મિલી ફિલ્મ ફેસ્ટીવલ-ચાઈના,સ્પેનના સેમીન્સિલ 66 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ આ ફિલ્મ નામાંકિત થઇ. વિશ્વભરના સિનેમાઘરોમાં આ ફિલ્મ 2022 માં પ્રદર્શિત થઇ, અને 2023 ના ઓસ્કર એવોર્ડ માટે, 20 સપ્ટેમ્બર 2022માં તેને નામાંકિત કરવામાં આવી.

આ છે ગુજરાતના એક નાનકડા એવા ગામના, નાનકડા સામાન્ય સ્ટેશન પર ચા વેચવાનું કામ કરતા રમાકાંત પંડ્યાના પુત્ર નલીન પંડ્યા ઉર્ફે પાન નીલની સફર. એક ગુજરાતીમાં શું તાકાત અને કૌવત છે તે તેમણે બતાવી દીધી. શ્રી કૃષ્ણ એ પણ પોતાના કૌટુંબિક જીવન માટે, જે ધરા પસંદ કરી હતી, તેવી સૌરાષ્ટ્રની આ ભૂમિ, આમ પણ સંતો અને વીર પુરુષો ની ભૂમિ છે.

તેજ માટીના આ બ્રાહ્મણ પુત્ર એ ફરી તેની સાબિતી આપી દીધી છે. આજે વિશ્વમાં પણ ચારે બાજુ ગુજરાત અને ગુજરાતીઓની જ બોલબાલા છે. મોકો મળે તો તે શું કરી શકે છે, તે કહેવાની કોઈને જરૂર નથી.

તો ચાલો આપણે પણ સહુ સાથે મળીને કહીએ જય-જય ગરવી ગુજરાત!!

હિન્દુસ્થાન સમાચાર / માધવી


 rajesh pande