પોરબંદર માં ચાલતા જુગારધામ પર પોલીસ ના દરોડા
પોરબંદર,22 સપ્ટેમ્બર(હિ.સ.) પોરબંદર શહેરના સીતારામનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતાં જુગારધા
પોરબંદર માં ચાલતા જુગારધામ પર પોલીસ ના દરોડા


પોરબંદર,22 સપ્ટેમ્બર(હિ.સ.) પોરબંદર શહેરના સીતારામનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતાં જુગારધામ પર પોરબંદર ક્રાઈમ બ્રાંચના સ્ટાફે દરોડો પાડીને રોન પોલીસનો જુગાર ૨મી રહેલાં આઠ શખ્સોને ઝડપી લઈને સ્થળ પરથી 1.17 લાખની રોકડ રકમ તથા બે કાર અને એક બાઈક મળીને કુલ રુ.13.27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બનાવની વિગતો અનુસાર, પોરબંદર એલસીબીના હેડ કોન્સ્ટેબલ જીણાભાઈ રાજાભાઈ કટારા સહિતના સ્ટાફે ગઈકાલે રાત્રીના 9:30 વાગ્યાના અરસામાં અગાઉથી મળેલી બાતમીના આધારે કારા ભાણજીભાઈ લાખાણા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.આ દરોડા દરમિયાન ક્રાઈમ બ્રાંચના સ્ટાફે મકાનમાં નાલ ઉઘરાવી રોન પોલીસનો જુગાર ૨મી-૨માડી રહેલાં મકાનના માલિક કારા ભાણજીભાઈ લાખાણા, ઉપરાંત, કરશન ભોજા ડાંગર, પ્રદીપ રામજીભાઈ જોશી, સુરેશ નાગદાનભાઈ છૈયા , દેવાણંદ ચેતરિયા,નાથા સરમણભાઈ ભોગેસરા, મનસુખ ગોવિંદભાઈ ચાંદેગરા અને પ્રવીણચંદ્ર વીરજીભાઈ ગઢવાણા ને ઝડપી લીધા હતા.પોલીસે સ્થળ પરથી રુ.1.17 લાખની રોકડ ઉપરાંત,10 લાખની કિંમતની સ્કોર્પિયો કાર નં. જીજે-37-જે-1900, બે લાખની કિંમતની મારુતિ સ્વીફટ કાર નં.જીજે-01-કેએસ 4786 તથા એક બાઈક નં.જીજે 25-એલ-3179મળી કુલ 13,27,500નો મુદ્દામાલ કબ્જે કરી આઠેય જુગારીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્તાન સમાચાર/તેજસ ઢોલરીયા


 rajesh pande