આરએસએસના વડાએ, મસ્જિદમાં જઈને, ઈમામ સાથે મુલાકાત કરી
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે, અહીંની એક મસ્જિદમાં જઈને ત
સંઘ


નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે, અહીંની એક મસ્જિદમાં જઈને તેના મુખ્ય ઈમામ સાથે મુલાકાત કરી. તેઓ આજે કસ્તુરબા ગાંધી માર્ગ ખાતે આવેલ મસ્જિદ ખાતે ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ, ડો. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસીને મળ્યા હતા. આ બેઠક દરમિયાન, મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષક ઈન્દ્રેશ કુમાર પણ તેમની સાથે હતા.

સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે, બેઠક વિશે જણાવ્યું કે,” ઇલ્યાસી સાહેબે, ઘણા દિવસો પહેલા ભાગવતને આમંત્રણ આપ્યું હતું. તેઓ સતત મુસાફરી કરે છે અને વિવિધ પ્રદેશોના લોકો સાથે સંપર્ક કરી અને તેમની સાથે સંવાદ પણ કરે છે. આ બેઠક પણ તે જ ક્રમનો, એક ભાગ છે.”

મળતી માહિતી મુજબ દિલ્હીમાં, મસ્જિદ બાદ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, દિલ્હીની એક મદરેસામાં ગયા હતા. તેઓ આઝાદ માર્કેટની મદરેસામાં, બાળકોને મળ્યા હતા. મદરેસામાં બાળકોના શિક્ષણ વિશે પણ જાણ્યું હતુ.

મોહન ભાગવતે મંગળવારે, રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શાહિદ સિદ્દીકી, ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશી, ભૂતપૂર્વ રાજ્યપાલ નજીબ જંગ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર જમીરુદ્દીન શાહ અને ઉદ્યોગપતિ શેરવાની સાથે, મુલાકાત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ / માધવી


 rajesh pande