પોરબંદર માં પ્રથમ વખત ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ સર્જરી કરાઈ
પોરબંદર,22 સપ્ટેમ્બર(હિ.સ.) શહેરમાં સૌપ્રથમ વખત ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ સર્જરી કરવાની મેળવી સિદ્ધિ પો
Successful Zygomatic Implant Surgery in Porbandar


Successful Zygomatic Implant Surgery in Porbandar


Successful Zygomatic Implant Surgery in Porbandar


પોરબંદર,22 સપ્ટેમ્બર(હિ.સ.) શહેરમાં સૌપ્રથમ વખત ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ સર્જરી

કરવાની મેળવી સિદ્ધિ પોરબંદરના ડો. ગઢવી ડેન્ટલ એન્ડ મેક્ઝીલોફેશિયલ સર્જરી સેન્ટરના નિષ્ણાંત તબીબ ડો. હિમાંશુ ગઢવી (એમડીએસ) અને તેમની ટીમ દ્વારા પોરબંદર ખાતે સૌપ્રથમ વખત ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ (Zygomatic Implant)ની અત્યંત જટીલ ગણાતી સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ જટીલ સર્જરીમાં ડો. હિમાંશુ ગઢવીને ડો. મિલન ફળદુ તથા ડો. હર્ષ પીપળિયાનો સુંદર સહયોગ પ્રાપ્ત થયોહતો. ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ હોસ્પિટલના અત્યાધુનિક ઓપરેશન થિયેટરમાં આ ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી, જેમાં દર્દીને એનેસ્થેશિયા આપવાની કામગીરી ડો. કૌશિક પરમાર અને ડો. હિરલ ખૂંટી દ્વારા સુપેરે પાર પાડવામાં આવી હતી. આ સાથે ગ્લોબલ હોસ્પિટલના જનરલ સર્જન ડો. રામ પરમાર, ફિઝિશિયન ડો.જીતેન વાઢેર અને સમગ્ર ગ્લોબલ ટીમ તરફથી સુંદર સહકાર પ્રાપ્ત થયો હતો.નોંધનીય છે કે, સામાન્ય રીતે જે દર્દીમાં નોર્મલી ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ કરવું શક્ય નથી હોતું અથવા બ્લેક ફંગસ (મ્યુકર માઈકોસીસ) જેવા ઇન્ફેક્શનને કારણે જડબાનુંહાડકું બહુ ઓછું હોય છે તેવા દર્દીઓમાં આ પ્રકારની ટીલ સર્જરી કરવામાં આવે છે.

હિન્દુસ્તાન સમાચાર/ તેજસ ઢોલરીયા


 rajesh pande