માધુરી દીક્ષિતની ફિલ્મ, 'મજા મા'નુ ટ્રેલર રિલીઝ
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતની આગામી ફિલ્મ 'મજા મા', એમેઝોન
માધુરી


નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતની આગામી ફિલ્મ 'મજા મા', એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમિંગ માટે તૈયાર છે. આ ફિલ્મમાં માધુરી ઉપરાંત ગજરાજ રાવ, ઋત્વિક ભૌમિક, બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, રજિત કપૂર, સિમોન સિંહ, શીબા ચઢ્ઢા, મલ્હાર ઠાકર અને નિનાદ કામત જેવા કલાકારો જોવા મળશે. દરમિયાન, એમેઝોન પ્રાઇમ વીડિયોએ ગુરુવારે આ ફિલ્મનું શાનદાર ટ્રેલર રિલીઝ કર્યું છે.

આ ટ્રેલરમાં, માધુરી દીક્ષિત પલ્લવીનું પાત્ર ભજવે છે. એક નિર્ભય, ખુશખુશાલ અને સંપૂર્ણ મધ્યમ વર્ગની મહિલા છે, જે તેના નૃત્ય માટે ખૂબ પ્રખ્યાત છે. તેમના પરિવારનું જીવન અશાંતિમાં ધકેલાઈ જાય છે જ્યારે તેમના પુત્ર તેજસની, એક શ્રીમંત એનઆરઆઈ છોકરી સાથે સગાઈના પ્રસંગે પલ્લવી વિશે અફવા ફેલાય છે. જે તેજસની સગાઈમાં વિક્ષેપ પાડે છે. હવે જોવાનું એ રહેશે કે, પલ્લવી આ મુશ્કેલીનો કેવી રીતે સામનો કરે છે?

એકંદરે માધુરી દીક્ષિતની આ ફિલ્મ ફેમિલી એન્ટરટેઈનર હશે. આનંદ તિવારી દ્વારા નિર્દેશિત અને સુમિત બથેજા દ્વારા લખાયેલ, 'મજા મા' એમેઝોન પ્રાઇમ પર 6 ઓક્ટોબરથી સ્ટ્રીમ થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી


 rajesh pande