કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરુવારે, દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી


નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરુવારે, દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) ના કાર્યકર્તાઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીનો હિસાબ લેવા માટે, ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઈ) ના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હોવાથી આ બેઠકનું મહત્ત્વ છે.

વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર,” શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પીએફઆઈના પરિસરમાં પાડવામાં આવેલા દરોડા અને આતંકવાદના શકમંદો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, એનઆઇએના મહાનિર્દેશક દિનકર ગુપ્તા અને ટોચના અધિકારીઓએ, આ ઉચ્ચસ્તરીય બેઠકમાં હાજરી આપી હતી.”

નોંધનીય છે કે,” એનઆઈએની આગેવાની હેઠળની અનેક એજન્સીઓએ ગુરુવારે સવારે, 12 રાજ્યોમાં એક સાથે દરોડા પાડ્યા હતા અને દેશમાં આતંકવાદને નાણાં પૂરા પાડવામાં કથિત રીતે સામેલ, 106 પીએફઆઈ કાર્યકરોની ધરપકડ કરી હતી. એનઆઈએ અને ઇડીએ, રાજ્ય પોલીસ સાથે મળીને ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ સહિત 12 રાજ્યોમાં દરોડા પાડ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / અજિત / માધવી


 rajesh pande