એસ જયશંકર અને એન્ટોનિયો ગુટેરસ એ રશિયા-યુક્રેન યુદ્ધ સહિત વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી
ન્યૂયોર્ક, નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે સંયુક્ત રાષ્ટ્ર સ
એસ જયશંકર અને એન્ટોનિયો ગુટેરસ એ રશિયા-યુક્રેન યુદ્ધ સહિત વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી


ન્યૂયોર્ક, નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ સાથે મુલાકાત કરી. બંને વચ્ચે રુસો-યુક્રેન યુદ્ધ સહિત વૈશ્વિક પડકારો પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકાની 10 દિવસની મુલાકાતે છે. અગાઉ તેઓ બેલારુસિ ના પોતાના સમકક્ષ વ્લાદિમીર મેકી, માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ, અર્મેનિયા ના વિદેશ મંત્રી અરારત મિર્ઝોયાન, સાઉદી અરેબિયાના સમકક્ષ ફૈઝલ બિન ફરહાન અને યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામ એડમિનિસ્ટ્રેટર અચિમ સ્ટેનરને મળ્યા હતા.

એસ જયશંકરે કહ્યું છે- યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરસ સાથે વૈશ્વિક પડકારો પર લાંબી ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગ દરમિયાન યુક્રેન સંઘર્ષ, સંયુક્ત રાષ્ટ્ર બદલાવ, જી-20, આબોહવા કાર્યવાહી, ખાદ્ય સુરક્ષા અને વિકાસના મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. જયશંકર અર્મેનિયા ના વિદેશ પ્રધાનને પણ મળ્યા હતા. એક અલગ ટ્વીટમાં, તેમણે કહ્યું હતું કે: અર્મેનિયા ના નાણા પ્રધાન અરરત મિર્ઝોયાનને મળીને આનંદ થયો. તાજેતરના વિકાસ પર તેમની બ્રિફિંગ પ્રશંસનીય છે.

અગાઉ, જયશંકરે ન્યુયોર્કમાં રશિયા, સાયપ્રસ, જોર્ડન અને વેનેઝુએલા ના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને જયશંકરે વ્યાપક ચર્ચા કરી. જયશંકરની સંયુક્ત રાષ્ટ્રની મુલાકાત બાદ આજથી વોશિંગ્ટનની મુલાકાત શરૂ થઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ /માધવી


 rajesh pande