યુક્રેનના સંઘર્ષથી, વિશ્વમાં ખાદ્ય અને ઉર્જાનો ફુગાવો વધ્યો- જયશંકર
ન્યુયોર્ક, નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.) શનિવારે સયુંકત રાષ્ટ્રની મહાસભામાં બોલતા, વિદેશ પ્રધાન એ
યુક્રેનના સંઘર્ષથી, વિશ્વમાં ખાદ્ય અને ઉર્જાનો ફુગાવો વધ્યો- જયશંકર


ન્યુયોર્ક, નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.) શનિવારે સયુંકત રાષ્ટ્રની મહાસભામાં બોલતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે,” યુક્રેનમાં સંઘર્ષે, વિશ્વમાં ખાદ્ય અને ઊર્જા સંબંધિત મોંઘવારી વધારી છે, જે તેને સમયનો સૌથી મોટો પડકાર બનાવે છે.”

તેમણે કહ્યું કે,” ભારતે તાજેતરના વર્ષોમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, યમન અને અન્ય ઘણા દેશોને, અનુદાન સહિત અનાજની સપ્લાય કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.”

અહીં ભારત-યુએન પાર્ટનરશીપ ઇન એક્શન ઈવેન્ટનું, પ્રદર્શન કરતી વિશેષ ઈન્ડિયા 75માં બોલતા, જયશંકરે કહ્યું કે,” ભારત તેની સ્વતંત્રતાના 100 માં વર્ષ, 2047 સુધીમાં પોતાને એક વિકસિત દેશ તરીકે જોવે છે.”

જયશંકરે કહ્યું કે,” અમે અમારા ગામડાઓને ડિજિટલાઇઝ કરીને, ચંદ્ર પર પહોંચવાનું સપનું જોઈએ છીએ. કદાચ તેનું ડિજીટલાઇઝેશન પણ, અમે માનીએ છીએ કે ભારતનો વિકાસ બાકીના વિશ્વ સાથે જોડાયેલો છે, જેને અલગ કરી શકાય તેમ નથી.”

આ કાર્યક્રમમાં યુએન જનરલ એસેમ્બલીના 77 મા સત્રના પ્રમુખ સાબા કોરોસી, યુએનના ડેપ્યુટી સેક્રેટરી-જનરલ અમીના મોહમ્મદ, માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ અને યુએનડીપી એડમિનિસ્ટ્રેટર અચિમ સ્ટેઈનર સહિત, યુએન મહાનુભાવોએ હાજરી આપી હતી.

જયશંકરે કહ્યું કે,” ભારત માને છે કે, વિકાસ એ જનહિતમાં છે અને ઓપન સોર્સિંગ આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ છે.”

હિન્દુસ્થાન સમાચાર / અજીત તિવારી / માધવી


 rajesh pande